For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેક્સિકોમાં નવા વર્ષ પહેલાં માતમ: ફાયરિંગમાં 6નાં મોત

11:56 AM Dec 30, 2023 IST | Bhumika
મેક્સિકોમાં નવા વર્ષ પહેલાં માતમ  ફાયરિંગમાં 6નાં મોત

પાર્ટીમાં 6 બંદુકધારીઓએ ગોળી વરસાવી: 26 ઘાયલ

Advertisement

નોર્ધન મેક્સિકોમાંથી એક હ્રદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 6 બંદૂકધારીઓએ એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોળીબારની આ ઘટના સરહદી રાજ્ય સોનોરામાં બની હતી. ગોળીબાર બાદ અફરાતફરી મચી ગઈ હતી.સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાંથી બેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ સિવાય ઘાયલોમાં પાંચ બાળકો પણ સામેલ છે, જેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા માર્યા ગયા હતા. આ હુમલામાં સામેલ અન્ય એક હુમલાખોર પહેલાથી જ પાર્ટીમાં હતો.
મેક્સિકોમાં પણ ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. લગભગ 12 દિવસ પહેલા પ્રી-ક્રિસમસ પાર્ટી દરમિયાન થયેલા ફાયરિંગમાં 12 લોકોના મોત થયા હતા. આ ઘટના સેન્ટ્રલ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement