For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશમાં 105થી વધુ મોત, દેશભરમાં કર્ફ્યૂ લાદી સેના તૈનાત કરાઇ

11:29 AM Jul 20, 2024 IST | admin
બાંગ્લાદેશમાં 105થી વધુ મોત  દેશભરમાં કર્ફ્યૂ લાદી સેના તૈનાત કરાઇ

અનામતની આગ સમગ્ર દેશમાં પ્રસરી જતા મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ

Advertisement

ઠેર ઠેર આગજની-તોડફોડ, પોલીસ અને સેના સાથે છાત્રોના ઘર્ષણમાં 2500થી વધુ ઘાયલ

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. થોડા અઠવાડિયા પહેલા દેશભરમાં શરૂૂ થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 105 થી વધુ લોકો માર્યા ગયા છે. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારે ચિંતાજનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ લાદી સેના તૈનાત કરી દેવાતા ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાયેલ છે.
લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે. પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. દેશમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

ભારતે આ હિંસક વિરોધને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાડોશી દેશમાં રહેતા 15,000 ભારતીયો સુરક્ષિત છે, જેમાંથી લગભગ 8,500 વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન દેશમાં પાછા ફરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી બાંગ્લાદેશથી 125 વિદ્યાર્થીઓ સહિત 245 ભારતીયો પરત ફર્યા છે.

ભારતીય હાઈ કમિશને પણ 13 નેપાળી વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, પજેમ તમે જાણો છો, બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અમે આને દેશનો આંતરિક મામલો ગણીએ છીએ. ભારતીયોની સુરક્ષાના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ જયશંકર પોતે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છે. બેનાપોલ-પેટ્રાપોલ, પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત છે; ત્રિપુરામાં ગેડે-દર્શના અને અખૌરા-અગરતલા ક્રોસિંગ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે ખુલ્લા રહેશે. ભારતીય હાઈ કમિશન ઇજઋ અને ઈમિગ્રેશન બ્યુરો સાથે સંકલન કરીને બાંગ્લાદેશથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની સુવિધા આપી રહ્યું છે.

આ અઠવાડિયે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી, જોબ રિઝર્વેશનનો અંત લાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનને કારણે સત્તાવાળાઓએ બસ અને ટ્રેન સેવાઓ બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર દેશમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરવી પડી હતી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનો આ વિરોધ મુખ્યત્વે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારની જોબ ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ છે. આ સિસ્ટમ અમુક જૂથો માટે સરકારી નોકરીઓનો નોંધપાત્ર હિસ્સો અનામત રાખે છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની દલીલ છે કે આ ક્વોટા પ્રણાલી ભેદભાવપૂર્ણ છે અને મેરીટોરીયસ ઉમેદવારોને સરકારી પદો મેળવવાથી અટકાવે છે.

વર્તમાન ક્વોટા સિસ્ટમ કેવી છે?
બાંગ્લાદેશની વર્તમાન ક્વોટા સિસ્ટમ સરકારી નોકરીઓમાં 56 ટકા અનામતની જોગવાઈ કરે છે, જેમાંથી 30 ટકા એકલા પાકિસ્તાન સાથેના 1971ના મુક્તિ યુદ્ધના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે આરક્ષિત છે. આ ઉપરાંત, 10 ટકા ક્વોટા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને 1 ટકા વિકલાંગ લોકો માટે અનામત છે. વિદ્યાર્થીઓનો વિરોધ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે 30 ટકા અનામત સામે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement