For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લવાશે

06:27 PM Jul 09, 2025 IST | Bhumika
23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ  ભારત લવાશે

CBIએ કથિત આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની અમેરિકાથી ધરપકડ કરી છે. 23 વર્ષથી ફરાર મોનિકાને આજે રાત્રે સીબીઆઈ ટીમ ભારત લાવશે. આને ભારતીય એજન્સીઓની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. આ કાર્યવાહી 9 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થઈ હતી. મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી હતી.

Advertisement

મોનિકા ઓવરસીઝની માલિક મોનિકા કપૂરે તેના બે ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેન્ક સર્ટિફિકેટ જેવા નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.

આ નકલી દસ્તાવેજોના આધારે, તેણે 1998 માં 6 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા, જેની મદદથી 2.36 કરોડ રૂૂપિયાનું ડ્યુટી-ફ્રી સોનું આયાત કરવામાં આવ્યું હતું. આ પછી, આ લાઇસન્સ અમદાવાદ સ્થિત કંપની ડીપ એક્સપોર્ટ્સને પ્રીમિયમ પર વેચવામાં આવ્યા હતા. ડીપ એક્સપોર્ટ્સે તેનો ઉપયોગ સોનાની આયાત કરવા માટે કર્યો હતો, જેના કારણે સરકારને 1.44 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું હતું.

Advertisement

સીબીઆઈ તપાસ બાદ, 31 માર્ચ, 2004ના રોજ મોનિકા કપૂર, રાજન ખન્ના અને રાજીવ ખન્ના વિરુદ્ધ આઈપીસીની કલમ 120-બ, 420, 467, 468 અને 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દિલ્હીની સાકેત કોર્ટે 20 ડિસેમ્બર, 2017ના રોજ રાજન અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ મોનિકા કપૂર તપાસ અને ટ્રાયલથી દૂર રહી. 13 ફેબ્રુઆરી, 2006ના રોજ કોર્ટે તેને ગુનેગાર જાહેર કરી હતી અને 2010માં તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement