ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યા

11:20 AM Sep 01, 2025 IST | Bhumika
Advertisement

મોદી-પુતિન વાતચીત કરતા હતા ત્યારે શરીફનો કોઇએ ભાવ ન પૂછયો

Advertisement

ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO સમિટમાં વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળ્યા અને એકબીજા સાથે અનૌપચારિક વાતચીત પણ કરી. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ કોન્ફરન્સમાં એકદમ અલગ દેખાતા હતા. એક પ્રસંગે, જ્યારે મોદી અને પુતિન વાત કરતા હોલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શરીફ એક ખૂણામાં ઉભા રહીને ફક્ત તેમને જોતા રહ્યા.

ચીનમાં SCO સમિટનું આયોજન થઈ રહ્યું છે. વિશ્વની મહાસત્તાઓ હાલમાં તિયાનજિન શહેરમાં એકઠા થઈ છે. સોમવારે SCO સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળ્યા. ત્રણેય અનૌપચારિક વાત કરતા જોવા મળ્યા. આ દરમિયાન, એક ખૂબ જ રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું.

પાકિસ્તાન પણ જઈઘનો ભાગ હોવાથી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ આ કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા છે. સોમવારે, સમિટના બીજા દિવસે, એક સમય એવો આવ્યો જ્યારે પીએમ મોદી અને પુતિન એકબીજા સાથે વાત કરતા હોલમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, શાહબાઝ શરીફ એક ખૂણામાં હાથ જોડીને એકલા ઉભા જોવા મળ્યા.

ન તો કોઈ તેમની સાથે વાત કરી રહ્યું હતું અને ન તો કોઈ તેમની તરફ ધ્યાન આપી રહ્યું હતું. તેઓ ફક્ત વડાપ્રધાન મોદી અને પુતિનને ઝંખતી નજરે જોતા રહ્યા.

SCO સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, શી જિનપિંગે વૈશ્વિક વ્યવસ્થામાં ધાકધમકી અને દબાણની વૃત્તિઓની ટીકા કરી. જઈઘની વધતી જતી વૈશ્વિક આર્થિક ભૂમિકા પર ભાર મૂકતા, શી જિનપિંગે કહ્યું કે સભ્ય દેશોની સંયુક્ત અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ છે અને ચીનનું રોકાણ પહેલાથી જ 84 બિલિયન ડોલરને વટાવી ગયું છે.

જિનપિંગે શક્ય તેટલી વહેલી તકે SCO ડેવલપમેન્ટ બેંકની રચના અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે એક નવું કેન્દ્ર સ્થાપવા હાકલ કરી. તેમણે કહ્યું કે બધા સભ્ય દેશો મિત્રો અને ભાગીદાર છે અને દરેકે પરસ્પર મતભેદોનો આદર કરીને વ્યૂહાત્મક સંવાદ જાળવી રાખવો જોઈએ. સહકાર અને એકતાને આવશ્યક ગણાવતા, શીએ કહ્યું કે આનાથી વિવિધ સંસ્કૃતિઓ સમૃદ્ધિ અને સુમેળ સાથે આગળ વધી શકશે.

 

SCOના સભ્ય દેશોમાં ચીનના 100 પ્રોજેક્ટ
તેમણે પોતાના ભાષણમાં પ્રાદેશિક સુરક્ષામાં એસસીઓની ભૂમિકા પર ભાર મૂક્યો અને વર્તમાન ભૂ-રાજકીય તણાવ વચ્ચે બહુપક્ષીયતા અને સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો. તે જ સમયે, તેમણે વૈશ્વિક શાસન પ્રણાલીમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા ભજવવા પર ભાર મૂક્યો. ચીને એવી પણ જાહેરાત કરી કે તે લોકોના જીવનધોરણમાં સુધારો કરવા માટે એસસીઓ સભ્ય દેશોમાં જરૂૂરિયાતમંદ વિસ્તારોમાં 100 નાના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકશે.

Tags :
China newsindiaindia newspm modiSCO summit
Advertisement
Next Article
Advertisement