પાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદી
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અને એર્દોગન વચ્ચે ઉષ્માભેર વાતાવરણ જોવા મળ્યું. જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા અને વડાપ્રધાન મોદી તેમની પીઠ થાબડતા જોવા મળે છે. આ દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે, ઓપરેશન સિંદૂર વખતે ભારત અને તુર્કીયેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા.
હકીકતમાં, 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત નિપજ્યા હતા. ભારતે આ હુમલા બાદ પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આંતંકી ઠેકાણા પર સટીક હુમલા કર્યા હતા,આ કાર્યવાહી બાદ તુર્કીયેએ ખુલીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને ભારતની ટીકા કરી હતી. આ દરમિયાન તુર્કીયેના પ્રમુખે એર્દોગને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને ભારતીય હુમલાની ટીકા કરી હતી અને પાકિસ્તાન પ્રત્યેય સંવેદના વ્યક્ત કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તુર્કીયેના વડાપ્રધાને ન ફક્ત 350થી વધુ ડ્રોન પૂરા પાડ્યા હતા. પરંતુ, તેના સંચાલનમાં મદદ માટે નિષ્ણાતો પણ મોકલ્યા હતા.