અબુધાબીમાં મંદિરના ઉદ્ઘાટન બાદ મોદી દોહામાં: કતારના પીએમ સાથે વિસ્તૃત વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઞઅઊની બે દિવસીય મુલાકાત બાદ કતાર પહોંચ્યા છે. કતારની રાજધાની દોહા પહોંચ્યા બાદ ગછઈંઓએ હોટલની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હાથમાં ભારતીય ત્રિરંગો લઈને આવેલા લોકોએ મોદી-મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
પીએમ મોદીએ તેમના સ્વાગત માટે હોટલની બહાર એકઠા થયેલા લોકો સાથે હાથ મિલાવ્યા હતા. કેટલાક ગછઈંઓએ પીએમ મોદીને પુસ્તકો પણ અર્પણ કર્યા હતા. આ દરમિયાન લોકોએ પીએમ મોદી સાથે વાત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી..
પીએમ મોદીએ દોહામાં કતારના વડા પ્રધાન કમ વિદેશ પ્રધાન એચએચ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાન સાથે બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા વિશે વિગતવાર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કતારે ભારતીય નેવીના 9 પૂર્વ કર્મચારીઓને જાસુસી કેસમાં છોડી મુકયા હતા. તે સંદર્ભમાં પીએમની મુલાકાત મહત્વની છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત કતાર સાથે ઐતિહાસિક અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. કતારના ટોચના નેતૃત્વ સાથે વ્યાપક વાટાઘાટોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલા ઞઅઊમાં ઙખ મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. તેઓએ દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરી અને સહકારના નવા ક્ષેત્રોની ચર્ચા કરી. તેઓએ બંને દેશોના વેપાર અને રોકાણ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો જેવા તમામ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનું સ્વાગત કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (ઇઅઙજ) મંદિરમાં પૂજા કર્યા બાદ આરતી કરી હતી.