For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત

11:15 AM Feb 11, 2025 IST | Bhumika
ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર  અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી પેલેસમાં ડિનર માટે પહોંચ્યા. ડિનરમાં ટેક્નોલોજી ક્ષેત્રના ઘણા સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત પર પીએમ મોદીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો.

મેક્રોનના ડિનરમાં ઉપસ્થિત લોકોમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ સામેલ છે. પીએમ મોદીએ પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી.

Advertisement

મંગળવારે વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે અઈં એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે.

ફ્રાંસ જતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, હું અઈં એક્શન સમિટની સહ-અધ્યક્ષતા માટે આતુર છું, જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક્નોલોજી સીઈઓનું સંમેલન છે, જ્યાં અમે વ્યાપક જન કલ્યાણ માટે નવીનતા અને અઈં ટેક્નોલોજી તરફના સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું.

બુધવારે, બંને નેતાઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાનો જીવ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝારગ્યુઝ વોર મેમોરિયલની મુલાકાત લેશે. તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી અને મેક્રોન ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ઈંઝઊછ)ના ઉચ્ચ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્થળ કેડારાચેની મુલાકાત લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મોદીની આ છઠ્ઠી ફ્રાંસ મુલાકાત છે.

ફ્રાંસમાં બાદ પીએમ મોદી તેમના પ્રવાસના બીજા તબક્કાની શરૂૂઆત કરશે. પીએમ મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે. આ મુલાકાત ટેક્નોલોજી, સંરક્ષણ અને આર્થિક વિકાસમાં સહકારના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરશે તેવી અપેક્ષા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement