મોદીને ધાનાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા
ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધાના એવોર્ડ બદલ આભાર માન્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના, દેશના રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા. મોદીએ ગઇકાલે ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા પાસેથી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. એ પછી તેમણે એકસ પર લખ્યું ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત થવા બદલ સન્માનિત છું. પોતાના સ્વીકૃતિ ભાષણમાં, મોદીએ કહ્યું કે આ એવોર્ડ તેમના માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે. હું 140 કરોડ ભારતીયો વતી આ એવોર્ડ નમ્રતાપૂર્વક સ્વીકારું છું, તેમણે કહ્યું, બંને દેશોના યુવાનોની આકાંક્ષાઓ અને ઉજ્જવળ ભવિષ્ય, ઘાના અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને વિવિધતાને સમર્પિત કરું છું.
આ સન્માન એક જવાબદારી પણ છે. ભારત-ઘાના મિત્રતાને મજબૂત બનાવવા માટે કામ કરતા રહેવાની. ભારત હંમેશા ઘાનાના લોકો સાથે ઉભું રહેશે અને એક વિશ્વસનીય મિત્ર અને વિકાસ ભાગીદાર તરીકે યોગદાન આપવાનું ચાલુ રાખશે.