મિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરે
મેક્સિકોની ફાતિમા બોશ ફર્નાન્ડીઝે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ 30માં પહોંચી હતી પરંતુ ટોપ 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. વિજેતા, ફાતિમા બોશ, એ જ સ્પર્ધક છે જેણે સેશ સેરેમની દરમિયાન મિસ યુનિવર્સ થાઈલેન્ડના ડિરેક્ટર નવાત ઈત્સાગ્રીસિલ દ્વારા મૂર્ખ કહેવા સામે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ડિરેક્ટરે સુરક્ષાને ફોન કર્યો, ત્યારે બધા સ્પર્ધકો ગેરવર્તણૂકને કારણે સમારંભ છોડીને ચાલ્યા ગયા. આ વર્ષે, ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ, જજની પેનલમાં સામેલ હતી. ભારતનું ચોથા ટાઈટલનું સપનું અધૂરું રહી ગયું છે. આ પહેલા, સુષ્મિતા સેને 1994માં, લારા દત્તાએ 2000માં અને હરનાઝ સંધુએ 2021માં આ ખિતાબ જીત્યો હતો.
ફાતિમા બોશ નું નામ જાહેર થતા જ તેણીએ શાનદાર ઉજવણી કરી હતી. તાળીઓના ગડગડાટ વચ્ચે ફાતિમા ને તાજ પહેરાવવામાં આવ્યો છે.
74મી મિસ યુનિવર્સ સ્પર્ધાના અંતિમ દિવસે વિશ્વભરની બ્યુટી ક્વીન્સે તેમના સેશ અને ગાઉન સાથે રેમ્પ વોક કર્યા હતા. આ વર્ષે, સમારોહ થાઈલેન્ડમાં યોજાયો હતો. આવતા વર્ષે પ્યુઅર્ટો રિકો તરીકે યજમાન જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે આ સ્પર્ધા વિવાદમાં ફસાઈ ગઈ છે. તેની શરૂૂઆત સુંદરતા બુદ્ધિને ઓછી આંકવાના આરોપોથી થઈ, ત્યારબાદ સ્પર્ધકો બહાર નીકળી ગયા અને યજમાન રડી પડ્યો હતો. ત્યારબાદ, ત્રણ જેટલા જ્યુરી સભ્યો સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા છે, જેમાં એકે સ્પર્ધક અને ન્યાયાધીશ વચ્ચે અફેરનો આ રોપ પણ લગાવ્યો છે.
આ વર્ષે, ભારતનું પ્રતિનિધિત્વ 21 વર્ષીય રાજકીય વિજ્ઞાન વિદ્યાર્થી મણિકા વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પ્રથમ 12 માં સ્થાન પામી શકી ન હતી. આ વખતે જજની પેનલમાં ભારતની બેડમિન્ટન સ્ટાર સાનિયા નહેવાલ પણ સામેલ હતી