રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નેતન્યાહુના વિરોધમાં ઇઝરાયલમાં લાખો લોકો રસ્તા પર, અર્થતંત્ર ડામાડોળ

05:30 PM Sep 02, 2024 IST | admin
Advertisement

ગાઝા પટ્ટીમાં 6 બંધકોના મૃતદેહો મળી આવ્યા બાદ લોકરોષ ચરમ સીમાએ

Advertisement

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂૂપ લઈ રહ્યું છે. ગાઝા પટ્ટીમાં 6 બંધકોના મૃતદેહો મળ્યા બાદ ઈઝરાયલના લોકો રોષે ભરાયા છે. તેના વિરોધમાં ઈઝરાયલમાં હજારો લોકોએ રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેલ અવીવમાં રવિવાર સાંજે લાખો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેથી ઈઝરાયલ પર ઈરાન-હમાસ ઉપરાંત અંદરના લોકો તરફથી પણ તણાવ વધ્યો છે.

ઈઝરાયલના લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર હમાસમા બંધક બનાવેલા લોકોને છોડાવવા માટે કોઈ યોગ્ય પગલાં લીધા ન હોવાનો આરોપ મૂક્યો છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, દક્ષિણી ગાઝાના રાફામાં શનિવારે છ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં એક અમેરિકન નાગરિક પણ સામેલ હતો.

આ વિરોધ પ્રદર્શનમાં 3 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. લોકોએ છ મૃતદેહોના પ્રતિક તરીકે 6 કોફિન રાખ્યા હતાં. વડાપ્રધાન નેતન્યાહુના ઘરની બહાર પણ હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાંચ લાખથી વધુ લોકો એકઠા થયા હતા.ઇઝરાયેલના લોકોએ પીએમ બેન્જામિન નેતન્યાહુ પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો. વિરોધીઓ યુદ્ધવિરામ અને બાકીના બંધકોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. જો આ સમજૂતી થઈ હોત તો બંધકોને મુક્ત કરી શકાયા હોત, પરંતુ નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી.

સરકાર વિરૂૂદ્ધ રાતભર દેખાવો કર્યા હતા, જેમાં અનેક હાઈવે પર ચક્કાજામ કરતાં સરકાર વિરૂૂદ્ધ સુત્રોચ્ચાર લગાવ્યા હતા. તેમણે સરકાર વિરૂૂદ્ધ યુદ્ધવિરામની માગ કરી હતી, જેથી બંધકોને જીવિત પાછા લાવી શકાય.
ઈઝરાયલના મજૂર સંઘે દેશભરમાં હડતાળનું એલાન કર્યું હતું. જેના કારણે ઈન્ટરનેશનલ એરપોર્ટ બેન-ગુરિયન પણ પ્રભાવિત છે.

મજૂર સંઘના પ્રમુખ અર્નોન-બાર-ડેવિડે સરકાર વિરૂૂદ્ધ પ્રદર્શન કરતાં એક દિવસીય હડતાળનું એલાન કર્યું હતું. જેને હાઈટેક સેક્ટરના ઉદ્યમીઓનું સમર્થન મળ્યુ હતું. ગતવર્ષે સાત ઓક્ટોબરે હમાસના ઉગ્રવાદીઓએ 250 લોકોની ધરપકડ કરી બંધક બનાવ્યા હતા.

Tags :
economy in shamblesMillions on the streets in Israelworldworldnews
Advertisement
Next Article
Advertisement