For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટાની મોટી કાર્યવાહી: 1 કરોડ ફેક એકાઉન્ટ બંધ

06:19 PM Jul 15, 2025 IST | Bhumika
મેટાની મોટી કાર્યવાહી  1 કરોડ ફેક એકાઉન્ટ બંધ

Metaએ એક મોટા એક્શનની માહિતી આપી છે, જેમાં કંપનીએ 1 કરોડ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. જે લોકો છાનામાની ડુપ્લીકેટ પ્રોફાઇલ ચલાવી રહ્યા હતા, કંપનીએ આ તમામ એકાઉન્ટને આ વર્ષના પહેલાં છ મહિનામાં ડિલીટ કરી દીધા છે, જેને કંપનીએ Spammy Contentનું નામ આપ્યું છે.

Advertisement

હકીકતમાં, કંપનીનો હેતુ ફેસબુક ફીડને વધારે રિલેવન્ટ, ક્લીન અને ઑથેન્ટિક બનાવવાનો છે. ખાસ કરીને ત્યારે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અઈં જનરેટેડ કોન્ટેન્ટનો વિસ્તાર આટલી ઝડપથી વધી રહ્યો છે.
કંપનીએ જણાવ્યું કે, ફેક એકાઉન્ટ કથિત રૂૂપે ફેસબુકના એલ્ગોરિધમ અને ઑડિયન્સ રીચનો લાભ લેવા ઈચ્છે છે. જેના માટે કોન્ટેન્ટ ક્રિએટર્સના એકાઉન્ટની ડુપ્લીકેસી બનાવવાનો પ્રયાસ કરે છે. કંપનીએ જણાવ્યું કે, 5 લાખ અન્ય એકાઉન્ટ સામે ખોટી એક્ટિવિટીના કારણે એક્શન લેવામાં આવ્યું છે. જે જણાવે છે કે, આ એકાઉન્ટ સ્પામ, બોટ જેવી એંગેજમેન્ટ અને કોન્ટેન્ટ રિસાઇક્લિંગમાં સામેલ હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement