For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુબઈમાં 19મીએ IPL-2024ની મેગા હરાજી, 333માંથી 77 ખેલાડી થશે પસંદ

12:41 PM Dec 12, 2023 IST | Sejal barot
દુબઈમાં 19મીએ ipl 2024ની મેગા હરાજી  333માંથી 77 ખેલાડી થશે પસંદ

IPL 2024 પહેલા થનાર હરાજીમાં જે ખેલાડીઓની બોલી બોલાશે, તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે, જે બપોરે 2.30 વાગ્યે શરૂૂ થશે. આ હરાજી માટે બધી ટીમોએ તૈયારી કરી લીધી છે.
BCCIની પ્રેસ રિલીઝ અનુસાર આ વર્ષે કુલ 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય ખેલાડી અને 119 વિદેશી ખેલાડી છે.
આ વર્ષે બે એસોસિએટ દેશોના ખેલાડીઓને પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. કુલ 333 ખેલાડીઓમાંથી 111 કેપ્ડ પ્લેયર છે અને 215 અનકેપ્ડ પ્લેયર છે. ટીમ પાસે કુલ 77 ખેલાડીઓની જગ્યા છે, 333 પ્લેયર્સમાંથી 77 ખેલાડી જ વેચાશે.
આ લિસ્ટમાં 23 ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 13 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂૂપિયા છે. અન્ય ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1 કરોડ, 50 લાખ, 30 લાખ અને 10 લાખ રૂૂપિયા છે. હરાજીના થોડા સમય પહેલા જ તમામ ટીમોએ રિલીઝ અને રિટેન કરેલ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાંથી અનેક પ્લેયર્સને રિલીઝ કરવામાં આવ્યા હતા.
ઈંઙક હરાજીમાં અનેક નામ એવા છે, જે જાણીને ચોંકી જશો. વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ હરાજીમાં શામેલ છે. ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂૂપિયા છે. મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, પેટ કમિંસ અને જોશ ઈંગ્લિસ પણ હરાજીમાં શામેલ થશે. આ તમામ ખેલાડીની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂૂપિયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement