દે દાતા કે નામ તુઝ કો અલ્લાહ રખે ; ભીખારી પાકિસ્તાન ભરબજારે શકોરું લઇ ઊભું છે
ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી લોન માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના આર્થિક સલાહકાર વિભાગ દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી છે.
વાયરલ પોસ્ટમાં, પાકિસ્તાને ભારતના હુમલા પછી વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોનની માંગણી કરી છે.પાકિસ્તાન કહે છે કે યુદ્ધ વધી રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ.આ પોસ્ટમાં રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ પાકિસ્તાન પોતાન સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થઇ ગયાનું જણાવે છે.
પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બચાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF ) ની બેઠક છે.ભારત , IMF મેનેજમેન્ટનો ભાગ હોવાથી, આ બેઠકમાં પણ ભાગ લેશે અને અહીં પણ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાની કોઈ તક છોડશે નહીં.જોકે, ભારતના વિરોધ છતાં, પાકિસ્તાનને પેકેજ આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની પૂરી શક્યતા છે કારણ કે IMF ના બે સૌથી મોટા શેરધારકો, અમેરિકા અને ચીન તરફથી કોઈ વિરોધ થવાની શક્યતા નથી. વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે.IMF ની આજની બેઠકમા વિસ્તૃત ભંડોળ સુવિધા (EFF) હેઠળ પાકિસ્તાનને આપવામાં આવી રહેલી 7 બિલિયન ડોલર (લગભગ 59 હજાર કરોડ રૂૂપિયા) ની સહાયની પ્રથમ સમીક્ષા પણ થવાની છે. આ પેકેજનો આગામી હપ્તો પાકિસ્તાનને આપવો કે નહીં તે બેઠકમાં નક્કી કરવામાં આવશે.2024 માં, પાકિસ્તાન અને IMF ત્રણ વર્ષના ઞજ7 બિલિયન સહાય પેકેજ પર સંમત થયા, જે હેઠળ પાકિસ્તાનના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નવા કાર્યક્રમોનો ઉપયોગ કરવામાં આવશે.
37 મહિનાના EFF કાર્યક્રમમાં તમામ ભંડોળ પ્રાપ્ત થાય ત્યાં સુધી છ સમીક્ષાઓ યોજવાનું સુનિશ્ચિત થયેલ છે. પાકિસ્તાનના પ્રદર્શનના આધારે લગભગ 1 બિલિયનનો આગામી હપ્તો જાહેર કરવામાં આવશે.