For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાદેવ સટ્ટા એપના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ

11:05 AM Oct 11, 2024 IST | Bhumika
મહાદેવ સટ્ટા એપના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ
Advertisement

ભારતમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાંથી અંતે ધરપકડ કરવામાં આવી છે. મહાદેવ બેટિંગ એપ દ્વારા કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર સૌરભ ચંદ્રાકર દુબઈ નાસી જતાં ઈડી દ્વારા તેની સામે રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી જેના પગલે દુબઈમાં તેની ધરપકડ કરવામાં આવી હવે સૌરભને ભારત લાવવામાં આવનાર છે. ત્યારે સટ્ટા કૌભાંડના અનેક રાઝ ઉપરથી પડદો ઉંચકાવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદના માધવપુરના રૂા. 2273 કરોડના સટ્ટા કૌભાંડમાં દિપક ઠક્કરની પણ સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દુબઈથી ઝડપી લેવામાં આવ્યો હતો.

મહાદેવ સટ્ટા એપના મુખ્ય કિંગપીન સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. સૂત્રોના હવાલાથી મળેલા અહેવાલો અનુસાર તેની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર સૌરભ ચંદ્રાકરની ધરપકડમાં ભારતીય વિદેશ અને ગૃહ મંત્રાલયની મોટી ભૂમિકા રહી છે. અટકાયત બાદ તેને ભારત લાવવાના પ્રયાસો પણ શરૂૂ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

સૌરભ ચંદ્રાકરની ધરપકડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની વિનંતી પર રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. યુએઈના અધિકારીઓએ સૌરભ ચંદ્રાકરની ધરપકડ અંગે ભારત સરકાર અને સીબીઆઈને જાણ કરી છે, ત્યારબાદ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પણ શરૂૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તેને કામચલાઉ ધરપકડ પછી ભારત લાવવામાં આવશે. જો કે હજુ સુધી આ ધરપકડની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સૂત્રોને ટાંકીને સૌરભ ચંદ્રાકરને કસ્ટડીમાં લેવામાં આવ્યાના સમાચારને સમર્થન મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement