For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકોના પ્રચંડ વિરોધ, સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ-લોનો અંત

11:13 AM Dec 04, 2024 IST | Bhumika
લોકોના પ્રચંડ વિરોધ  સંસદમાં પછડાટ બાદ દક્ષિણ કોરિયામાં માર્શલ લોનો અંત
Advertisement

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાં લાદવામાં આવેલા માર્શલ લોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી. સંસદમાં ભારે વિરોધ અને મતદાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. વોટિંગમાં 300માંથી 190 સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. માર્શલ લોની ઘોષણા પછી, ત્યાંના લોકો પણ રસ્તાઓ પર ઉતરી અવ્યા હતા.

સૈન્યના ટેંક સિયોલના રસ્તાઓ પર ફરવા લાગ્યા. જો કે, બગડતા સંજોગો અને સતત વધતા વિરોધને કારણે રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. રાષ્ટ્રપતિ યૂને રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે માર્શલ લો સાથે જોડાયેલા સૈન્ય દળોને પાછા ખેંચવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. માર્શલ લો લાગુ થયા બાદથી શાસક અને વિરોધ પક્ષો તરફથી તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો હતો. શાસક પક્ષના ઘણા નેતાઓએ પણ તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યું. જયારે રાષ્ટ્રપતિની પોતાની પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને પણ આ નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને સંસદમાં મતદાનમાં પણ ભાગ લીધો હતો.

Advertisement

પ્રચંડ બહુમતી સાથે પસાર કરાયેલા આ ઠરાવથી રાષ્ટ્રપતિ યૂનને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી.
રાષ્ટ્રપતિ યૂને કહ્યું કે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં નેશનલ એસેમ્બલીના પ્રસ્તાવને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે માર્શલ લો સાથે જોડાયેલા તમામ સૈન્ય દળોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિના માર્શલ લોના નિર્ણય બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂૂ થઈ ગયા હતા. લોકશાહી વ્યવસ્થા પુન:સ્થાપિત કરવાની માંગ સાથે હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પક્ષોએ તેને નાગરિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને રાષ્ટ્રપતિ વિરુદ્ધ સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા પણ શરૂૂ કરી દીધી હતી.

અગાઉના અહેવાલ મુજબ યૂન પોતાની પત્ની અને ટોપ લેવલના અધિકારીઓ સાથે જોડાયેલ કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ ફગાવી દેવાના કારણે વિપક્ષી પાર્ટીઓની ટીકાઓનો શિકાર બન્યા. યૂનની ઘોષણા બાદ ડેમોક્રેટિક પાર્ટીએ કથિત રીતે પોતાના સાંસદોની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બાજૂ સંસદમાં સેના ઘુસી ગઈ છે અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાામં આવી હતી.

1980 પછી આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ કોરિયામાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે. લશ્કરી કાયદો લાદવાના વિરોધમાં દક્ષિણ કોરિયાની સંસદની બહાર એકઠા થયેલા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વિપક્ષ પર ઉત્તર કોરિયાના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિએ દેશને સામ્યવાદી દળોથી બચાવવા માટે ઈમરજન્સીને જરૂૂરી ગણાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement