For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

Instagram ઠપ્પ થતાં અનેક યુઝર્સ પરેશાન, લોકોએ સ્ક્રીનશૉટ્સ શેર કર્યા

01:33 PM Oct 08, 2024 IST | Bhumika
instagram ઠપ્પ થતાં અનેક યુઝર્સ પરેશાન  લોકોએ સ્ક્રીનશૉટ્સ શેર કર્યા
Advertisement

ઈન્સ્ટાગ્રામની સેવાઓ આજે અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. જેમાં ઇન્સ્ટાગ્રામ વેબ યુઝર માટે બંધ થઈ ગયું હતુ. ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે X પ્લેટફૉર્મ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. જેમાં યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ, પોસ્ટ કે સ્ટોરી શેર કે ઓપન કરી શકતા ન હતા.

લગભગ 1 હજાર યુઝર્સે Downdetector પર જાણ કરી અને થોડીવારમાં આ સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઈ. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેને ઈન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકોએ X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) પર ઈન્સટાગ્રામ ડાઉનને લઈને પોસ્ટ પણ શેર કરી છે.

Advertisement

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ઘણા યુઝર્સ આના પર ફોટો અને વીડિયો વગેરે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, અહીં યુઝર્સ મેસેજ વગેરે પણ મોકલી શકે છે. અહીં ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર છે, આની મદદથી યુઝર્સ તેમની ફેવરિટ સેલિબ્રિટી અને સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અને પસંદગીઓ વિશે જાણી શકે છે.

ઇન્સ્ટાગ્રામ અને તેની પેરેન્ટ કંપની મેટાએ હજુ સુધી આ આઉટેજ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. જો કે, આ અંગેના કેટલાક મીમ્સ સોશિયલ મીડિયા પર પણ આવ્યા, જ્યાં લોકોએ આ આઉટેજ વિશે પોસ્ટ કર્યું.

ઘણા લોકોએ X પ્લેટફોર્મ પર મોબાઇલ સ્ક્રીનશોટ શેર કર્યા અને કહ્યું કે માફ કરશો, ઇન્સ્ટાગ્રામ પર કંઈક ખોટું લખેલું જોવામાં આવ્યું છે. આ સિવાય ઘણા લોકોએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. અહીં લોકોએ બતાવ્યું કે જ્યારે ઇન્સ્ટાગ્રામ ડાઉન છે, ત્યારે યુઝર્સ X પ્લેટફોર્મ (જૂનું નામ ટ્વિટર) તરફ દોડી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement