ગાઝામાં ખમૈયા કરો, તમામ બંધકને છોડી મૂકીશું: ઈઝરાયેલ પાસે રહેમની ભીખ માગતું હમાસ
ઇઝરાયેલની ઝડપી કાર્યવાહીને કારણે હમાસનું મનોબળ ડગમગતું જણાય છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, આ કટ્ટરપંથી પેલેસ્ટાઈન સંગઠને કહ્યું છે કે તે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે તમામ બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે. હમાસે કહ્યું છે કે તે ઇઝરાયેલી દળોની સંપૂર્ણ ઉપાડ અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં તમામ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા ઇચ્છુક છે.
આ નિવેદન હમાસના વરિષ્ઠ અધિકારી ખલીલ અલ-હૈયાએ ગુરુવારે એક ટેલિવિઝન ભાષણમાં આપ્યું હતું. ઠરાવને ગાઝામાં દોઢ વર્ષથી વધુ સમયથી ચાલતા સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં સંભવિત પગલા તરીકે જોવામાં આવે છે.
હમાસના વરિષ્ઠ અધિકારી ખલીલ અલ-હૈયાએ જણાવ્યું હતું કે, અમે એક વ્યાપક કરાર માટે તૈયાર છીએ જેમાં તમામ ઇઝરાયેલ બંધકોની મુક્તિ, ઇઝરાયેલમાં રાખવામાં આવેલા પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ, ગાઝા યુદ્ધનો અંત અને પ્રદેશના પુન:નિર્માણની શરૂૂઆતનો સમાવેશ થાય છે. જો કે, હમાસે સ્પષ્ટ કર્યું હતું કે તે ઇઝરાયેલની હથિયાર મૂકવાની માંગને સ્વીકારશે નહીં. અલ-હૈયાએ ઇઝરાયેલના 45 દિવસના અસ્થાયી યુદ્ધવિરામ પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો હતો, જેમાં હમાસ તેના શસ્ત્રો નીચે મૂકે તેવી શરતનો સમાવેશ થાય છે.
હમાસે એમ પણ કહ્યું હતું કે કોઈપણ કરાર કાયમી યુદ્ધવિરામ, ઇઝરાયેલી દળોની સંપૂર્ણ ઉપાડ અને ગાઝાના પુન:નિર્માણ માટેની બાંયધરી પર આધારિત હોવો જોઈએ. એક વરિષ્ઠ પેલેસ્ટિનિયન અધિકારીએ જણાવ્યું હતું કે, નસ્ત્રઇઝરાયેલની તાજેતરની દરખાસ્ત યુદ્ધના સંપૂર્ણ અંતની ઘોષણા કરતી નથી અને માત્ર બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે.