પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે આજે જોરદાર વિસ્ફોટ થયો છે અને ત્યાર બાદ અચાનક ગોળીબાર પણ થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકોનાં મોત થયા હોવાના અને આશરે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. કોઈ બલુચિસ્તાન બળવાખોર જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ એટલો ભયાનક વિસ્ફોટના કારણે આસપાસના ઘરો અને ઇમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ ધમાકામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા હોવાના અને આશરે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ફ્રન્ટીયર કોર્પ્સ (FC)ના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે.
https://x.com/PakizaKhanpk/status/1972922969404883377
બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકરે શહેરની તમામ હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરી છે અને નિષ્ણાતો, ડોકટરો, ફાર્માસિસ્ટ, નર્સો અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક ફરજ પર હાજર થવા નિર્દેશ આપ્યો છે. વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળના ફૂટેજમાં દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્ફોટ પછી શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધમાકા પછી ઘટનાસ્થળે ફાયરિંગના અવાજો પણ સંભળાયા હતા, જેના કારણે લોકો સલામત સ્થળે જતા રહ્યા હતા. ધમાકા બાદ ઘટનાસ્થળેથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.