For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીનો મોટો હુમલો: પાકિસ્તાનના 10 સૈનિકોના ડૂચા નીકળી ગયા

05:10 PM Apr 26, 2025 IST | Bhumika
બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીનો મોટો હુમલો  પાકિસ્તાનના 10 સૈનિકોના ડૂચા નીકળી ગયા

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે ક્વેટા નજીકના માર્ગત વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને 10 સૈનિકોને માર્યા છે.BLAના જણાવ્યા અનુસાર, આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.

Advertisement

આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ વિદ્રોહીઓની ગતિ વિધિઓનું કેન્દ્ર રહ્યો છે. હાલ આ હુમલાને લઈને પાકિસ્તાની સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બલૂચ લિબરેશન આર્મી છેલ્લા ઘણા સમયથી બલૂચિસ્તાનની આઝાદીની માંગ સાથે સશસ્ત્ર સંઘર્ષ લડી રહી છે.ઉલ્લેખનીયછે કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત આતંકી હુમલા થઈ રહ્યા છે. ગયા મહિને ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સાત જવાન શહીદ થયા હતા અને 21 ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લેતા બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ) એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.

અગાઉ 11 માર્ચે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસનેBLA વિદ્રોહીઓએ હાઇજેક કરી હતી. આ ટ્રેન બપોરે 1.30 વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનમાં મશફાક ટનલમાં થયો હતો.BLA દ્વારા સંપૂર્ણ આયોજન સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. બીએલએના લડવૈયાઓ પહેલેથી જ રાહ જોઈને બેઠા હતા. હુમલા માટે,BLAએ તેના સૌથી ઘાતક લડવૈયાઓ મજીદ બ્રિગેડ અને ફતેહને તૈયાર કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement