For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ

06:19 PM Feb 13, 2025 IST | Bhumika
જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત  કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા  ડ્રાઈવરની ધરપકડ

Advertisement

જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો પણ સામેલ હોવાના અહેવાલ છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અને અમેરિકન ઉપ પ્રમુખ જે.ડી. વેન્સની બેઠક પહેલા બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

Advertisement

આ ઘટના મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સથી માંડ દોઢેક કિલોમીટર દૂર જ બની છે, જેના કારણે મ્યુનિકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો પહોંચી ચૂક્યા છે. પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે, અમે કાર ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે, જેની પૂછપરછ ચાલી રહી છે. આ હુમલાનો આરોપી એક સાઉદી ડૉક્ટર છે.

શુક્રવારે (14 ફેબ્રુઆરી) મ્યુનિકમાં અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે એક બેઠક થવાની છે. આ પહેલાં ટ્રેડ યુનિયન તરફથી આયોજિત દેખાવ દરમિયાન મ્યુનિક સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસે દચાઉર સ્ટ્રાસે અને સીડલસ્ટ્રાસેના વિસ્તારમાં એક કારે ભીડને ટક્કર મારી દીધી, જેનાથી આ મોટો અકસ્માત થયો છે.

https://x.com/triffic_stuff_/status/1889996354606473388

ઘાયલોની સંખ્યાને લઈને ઘણા આંકડા સામે આવ્યા છે. બિલ્ડ અખબાર અનુસાર, અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે, જ્યારે ફોકસ મેગેઝિનના અહેવાલમાં આ સંખ્યા 20 છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આવતીકાલે મ્યુનિકમાં વિશ્વ સ્તરીય સુરક્ષા પરિષદનું આયોજન થનાર છે. આ પહેલા આ મોટી દુર્ઘટના સુરક્ષા પર અનેક સવાલો ઉભા કરે છે.

અકસ્માત મુદ્દે યુનિયને કહ્યું કે, અમને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી. ઘટના બાદ સુરક્ષા દળોએ તુરંત વિસ્તારનો ઘેરાવ કર્યો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ હુમલો હતો કે દુર્ઘટના. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈજાગ્રસ્ત લોકોમાંથી અનેકની સ્થિતિ ગંભીર છે. મ્યુનિક ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગેરહાર્ડ પેશ્કેના જણાવ્યા અનુસાર, આરોપી જ્યારે ભીડમાં લોકોને કચડી રહ્યો હતો ત્યારે અનેક લોકો જીવ બચાવવા માટે આસપાસની ઈમારતમાં જતા રહ્યા હતાં.

હાલ પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ડ્રાઇવરનો હેતુ, તેની પૃષ્ઠભૂમિ અને કારમાં હાજર અન્ય વ્યક્તિની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે. આ અકસ્માતથી સમગ્ર મ્યુનિ. શહેરમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને આ ઘટનાથી લોકો આઘાતમાં છે. પોલીસ ટૂંક સમયમાં આ મામલે વિગતવાર માહિતી આપવા જઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement