ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોત
ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ આજે આ ઘટનાની જાણકારી આપી.
https://x.com/Turbinetraveler/status/1876644551693152303
પર્થથી લગભગ 30 કિમી (18.6 માઇલ) પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે જ્યારે તે ક્રેશ થયું ત્યારે પ્લેનમાં છ પ્રવાસીઓ સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ ઘાયલોને પર્થની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કૂકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના વેકેશન માણવા આવેલી ભીડની સામે બની હતી, જેમાં ટાપુ પર બાળકો સાથે વેકેશન માણી રહેલા પરિવારો પણ સામેલ હતા. રાજ્યના પોલીસ કમિશનર કર્નલ બ્લેન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું. વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે આ અકસ્માતને ભયાનક ગણાવ્યો હતો