પોલીસે મેક્રોનનો કાફલો રોક્યો તો તેમણે સીધો ટ્રમ્પને ફોન કર્યો
ફ્રેંચ પ્રમુખની મજાક ઉડાવતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અમેરિકાના પ્રવાસે ન્યૂયોર્કમાં ટ્રાફિકમાં ફસાઈ ગયેલા જોવા મળે છે. પોલીસે તેમનો કાફલો રોકી દેતા, તેમણે અચાનક અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને રસ્તો ખાલી કરાવવાની રજૂઆત કરી.
આ ઘટના ન્યૂયોર્કમાં બની હતી જ્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન એક સત્તાવાર પ્રવાસે હતા. જ્યારે તેઓ ન્યૂયોર્કના રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હતા,
ત્યારે સ્થાનિક પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો. પોલીસ દ્વારા કાફલો રોકવાનું કારણ એ હતું કે તે જ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો ત્યાંથી પસાર થવાનો હતો, અને સુરક્ષાના કારણોસર પોલીસે રસ્તાઓને બ્લોક કરી દીધા હતા.
ટ્રાફિકમાં ફસાઈ ગયેલા રાષ્ટ્રપતિ મેક્રોન પોતાની કારમાંથી બહાર આવ્યા અને પોલીસ અધિકારીઓ સમક્ષ જ તેમણે ફોન કાઢીને સીધો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો. તેમણે મજાકમાં ટ્રમ્પને કહ્યું કે તેઓ જલ્દીથી રસ્તો ખાલી કરાવી આપે. આ અનપેક્ષિત ફોન કોલ અને બંને રાષ્ટ્રપતિઓ વચ્ચેની મૈત્રીપૂર્ણ વાતચીત બાદ પોલીસે તરત જ મેક્રોનના કાફલાને આગળ વધવાની પરવાનગી આપી દીધી. આ સમગ્ર ઘટનાક્રમ ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કરતા જ તે વાયરલ થઈ ગયો.