ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇજિપ્તના શાંતિ સંમેલનમાં ‘અહો રૂપં અહો ધ્વનિ’

11:16 AM Oct 14, 2025 IST | Bhumika
Advertisement

પાક. વડાપ્રધાન શરીફ સામે જ ટ્રમ્પે મોદીના વખાણ કર્યા તો શરીફે ભારત-પાક. યુધ્ધ રોકયાનો જશ આપ્યો, મુનિરને ફેવરિટ ફિલ્ડમાર્શલ કહી મસ્કો માર્યો

Advertisement

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ઇજિપ્તમાં ગાઝા શાંતિને લઈને આયોજિત સંમેલનમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન હવે સારી રીતે એકબીજા સાથે રહેશે. આ દરમિયાન તેઓ મંચ પર પાછળ ઉભેલા પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ ફર્યા અને પૂછ્યું- બરાબર ને? ટ્રમ્પના આ સવાલ બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફ મોઢું હલાવીને હા કહ્યું. આ ઘટનાથી કાર્યક્રમમાં હાજર નેતા અને મીડિયાના લોકોના મોઢા પર હળવું સ્મિત આવી ગયું હતું.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કેમેરા તરફ હસતા કહ્યું કે, ભારત એક મહાન દેશ છે, જેની ટોચ પર મારો એક ખૂબ સારો મિત્ર છે. તેમણે શાનદાર કામ કર્યું છે. મને લાગે છે કે, પાકિસ્તાન અને ભારત સાથે મળીને ખૂબ સારી રીતે રહેશે.

ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહહ અલ-સીસી સાથે ગાઝા શાંતિ સમિટની અધ્યક્ષતા કરી રહેલા ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, પ્રાદેશિક શાંતિ સારા મિત્રોના સારા કામ પર નિર્ભર કરે છે. તેમણે પાછળ ફરીને પાક. વડાપ્રધાનના સાથે હળવા અંદાજમાં મજાક કરતા પૂછ્યું, ખરું ને?

શાહબાઝ શરીફે ટ્રમ્પના કર્યા વખાણ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મંચ પર ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પના દાવાનું સમર્થન કરતાં કહ્યું કે ટ્રમ્પની મધ્યસ્થીના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું હતું. ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, એમાં અચાનક જ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનને ભાષણ આપવા આમંત્રણ આપ્યું. શાહબાઝ શરીફે કહ્યું, કે આજનો દિવસ આધુનિક ઈતિહાસમાં સૌથી મહાન દિવસોમાંથી એક છે. ટ્રમ્પના પ્રયાસોના કારણે જ શાંતિ સ્થાપિત થઈ છે. ટ્રમ્પના કારણ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું. તમે નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી યોગ્ય ઉમેદવાર વ્યક્તિ છે.

શરીફે વધુમાં કહ્યું, કે પજો આ વ્યક્તિ ( ટ્રમ્પ ) ના હોત તો ન જાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું હોત! કારણ કે બંને દેશો પાસે પરમાણુ બોમ્બ છે. શરીફની આટલી ખુશામત સાંભળી ટ્રમ્પ પણ ગદગદ થઈ ગયા. કહ્યું, વાહ! તમે ખૂબ સુંદર કહ્યું, ખૂબ ખૂબ આભાર!થ નોંધનીય છે કે ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનિરને તેમના ફેવરિટ ફિલ્ડ માર્શલ ગણાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ગાઝા યુદ્ધવિરામ યોજનામાં શાંતિ લાવવાના ટ્રમ્પના પ્રયાસોની પણ વખાણ કર્યા અને કહ્યું કે, છેલ્લા બે વર્ષથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા છેલ્લા 20 બચી ગયેલા લોકોની મુક્તિનો પ્રથમ તબક્કો આજે પૂર્ણ થયો છે.

Tags :
AmericaAmerica newsDonald TrumpEgyptEgyptian peace conferencepakistanworldWorld News
Advertisement
Next Article
Advertisement