For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતીની હત્યા કરનારને આજીવન કેદની સજા

06:12 PM Nov 22, 2025 IST | Bhumika
અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતીની હત્યા કરનારને આજીવન કેદની સજા

અલાબામાની કોલબર્ટ કાઉન્ટીમાં મોટેલ ચલાવતા ગુજરાતી પ્રવીણ પટેલને શૂટ કરી દેનારા વિલિયમ મોર નામના એક અમેરિકનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સજાનું એલાન કરાયું ત્યારે કોર્ટમાં એકદમ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મૃતકના પરિવારજનો પણ ત્યારે કોર્ટમાં હાજર હતા અને તેમણે રડતી આંખે હત્યારાને એ વાતનો અહેસાસ કરાવ્યો હતો કે તેની કરતૂતને કારણે તેમના જીવનમાં કેટલી મોટી ખોટ પડી છે.

Advertisement

મોટેલમાં રૂૂમ લેવા બાબતે માથાકૂટ થતાં એક હોમલેસ વ્યક્તિએ ફેબ્રુઆરી 2024ના પ્રવીણ પટેલને શૂટ કરી દીધા હતા, તેની સામે માર્ચ 2024માં ચાર્જિસ ફ્રેમ કરવામાં આવ્યા હતા અને તેણે પોતાનો ગુનો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હોવાથી તેની સામે ટ્રાયલ ચાલી હતી જેમાં ઓક્ટોબર 22, 2025ના રોજ તેને હત્યાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મૃતક પ્રવીણ પટેલ હિલક્રેસ્ટ નામની મોટેલ ચલાવતા હતા તેમજ તેના ઓનર પણ હતા.

વિલિયમને સજા ફટકારવામાં આવી ત્યારે પ્રવીણ પટેલની દીકરીએ કોર્ટમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પોતે હત્યારાને ક્યારેય માફ નહીં કરે. હત્યારાની સામે જોઈને તેમણે કહ્યું હતું કે જે દિવસે તે મારા પિતાની હત્યા કરી તે વખતે તે માત્ર એક વ્યક્તિને નહોતો માર્યો પરંતુ તેની સાથે અમારી આખીય ફેમિલીને ખતમ કરી નાખી હતી. તેમણે હત્યારાને એવું પણ કહ્યું હતું કે તે જે કર્યું તેનાથી અમારી આખી જિંદગી કાયમ માટે એક ક્રાઈમ સીન જેવી થઈ ગઈ છે અને તારી કરતૂતને કારણે અમે જીવીશું ત્યાં સુધી અમારા પરિવારના સભ્યને ગુમાવવાનું અમને દુ:ખ રહેશે.

Advertisement

હત્યારાને સજા સંભળાવતી વખતે જજે તેને કહ્યું હતું કે મૃતકના પરિવારજનો તારી આ હરકતને કારણે હજુય આઘાતમાં છે, પ્રવીણ પટેલની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી અને તેને કોઈપણ સંજોગોમાં જસ્ટિફાઈ ના કરી શકાય, તે એક નિર્દયી અને પિશાચી કૃત્ય હતું જેની કડકમાં કડક સજા મળવી જ જોઈએ. મૂળ ચરોતરના 76 વર્ષીય પ્રવીણ પટેલને સવારે નવ વાગ્યે ગોળી મારવામાં આવી હતી, તેમના પર ત્રણ રાઉન્ડ ફાયર કરાતા તેઓ રિસેપ્શન એરિયામાં જ ઢળી પડ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement