For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટીવ જોબ્સે કુંભ મેળા પર લખેલા પત્રની રૂા.4.32 કરોડમાં હરાજી

11:09 AM Mar 04, 2025 IST | Bhumika
સ્ટીવ જોબ્સે કુંભ મેળા પર લખેલા પત્રની રૂા 4 32 કરોડમાં હરાજી

માર્ક ઝકરબર્ગની હૂડી અને સ્ટીવ જોબ્સની બો ટાઇને અધધ કહેવાતી કિંમતે વેચવામાં આવી છે. જોકે સ્ટીવ જોબ્સ દ્વારા કુંભ મેળા વિશે લખવામાં આવેલો લેટર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ દ્વારા 2010માં ઘણી વાર જે બ્લેક હૂડી પહેરવામાં આવી હતી, એ અત્યારે અંદાજે 15875 અમેરિકન ડોલર એટલે કે 14 લાખ રૂૂપિયાની આસપાસ વેચવામાં આવી છે. લોસ એન્જલસમાં અત્યારે જ એક હરાજી રાખવામાં આવી હતી, જેમાં જાણીતી સેલિબ્રિટીઝના કપડાંની હરાજી કરવામાં આવી હતી.

Advertisement

ટાઇમ મેગેઝિન દ્વારા માર્ક ઝકરબર્ગને પર્સન ઑફ ધ યરનું બિરુદ આપવામાં આવ્યું હતું, ત્યારે તેણે જે હૂડી પહેરી હતી, એની અંદાજિત એક હજાર અમેરિકન ડોલર એટલે કે 87000 રૂૂપિયાની આશા રાખવામાં આવી રહી હતી. જોકે હરાજી જેવી શરુ થઈ કે લોકો એ આ માટે એક પછી એક બોલી લગાવવાની શરુ કરી હતી. આ કિંમત અંતે 15875 અમેરિકન ડોલર એટલે કે 14 લાખ રૂૂપિયા પર જઈને અટકી હતી.

એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા તેમની સિગ્નેચર બો ટાઇ પણ આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ બો ટાઇની કિંમત પણ એક હજાર ડોલર અંદાજવામાં આવી રહી હતી. જોકે સ્ટીવ જોબ્સની ગ્રીન વિલ્કસ બેશફોર્ડ બ્રેન્ડની બો ટાઇ, જેમાં પિન્ક સ્ટ્રાઇપ છે, એ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્ટીવ જોબ્સ દ્વારા આ ટાઇ 1984માં મેક્ધિટોશ કોમ્પ્યુટરના લોન્ચ દરમ્યાન અને 1983માં એસ્પેનમાં યોજાયેલી કોન્ફરન્સમાં પહેરવામાં આવી હતી. આ સાથે જ 1984ની શેરહોલ્ડર મીટિંગ્સમાં પણ તેમણે એ બો ટાઇ પહેરી હતી. આ બો ટાઇની હરાજી શરુ થતાં જ જોતજોતમાં એની કિંમત ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ હતી. 35750 અમેરિકન ડોલરમાં એટલે કે 31 કરોડ રૂૂપિયામાં આ બો ટાઇ ખરીદવામાં આવી છે.

Advertisement

સ્ટીવ જોબ્સ દ્વારા ઘણી ઓછી વાર તેમની સ્પિરીચ્યુઅલ સાઇડને દેખાડવામાં આવી છે. સ્ટીવ જોબ્સ દ્વારા ઘણી ઓછી વાર લેટર લખવામાં આવ્યા છે, અને એમાંનો એક લેટર તેમણે કુંભ મેળા વિશે લખ્યો હતો. આ લેટર 4.32 કરોડ રૂૂપિયામાં વેચવામાં આવ્યો છે. સ્ટીવ જોબ્સે તેમના 19મા જન્મદિવસે એટલે કે 23 ફેબ્રુઆરીએ તેમના બાળપણના મિત્ર, ટીમ બ્રાઉનને આ લેટર લખ્યો હતો. સ્ટીવ વોઝનિયાક સાથે મળીને એપલની શોધ કરી એના બે વર્ષ પહેલાં સ્ટીવ જોબ્સ દ્વારા આ લેટર લખવામાં આવ્યો હતો. આ લેટરમાં તેમણે ઝેન બુદ્ધિઝમ અને ઇન્ડિયા જઈ કુંભના મેળામાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ લેટરને વાંચવામાં આવે તો એવું લાગે છે કે સ્ટીવ બ્રાઉન દ્વારા લખવામાં આવેલાં લેટરનો તેઓ જવાબ આપી રહ્યા છે. આ લેટરમાં સ્ટીવ જોબ્સ ઘણી વાર રડી પડ્યા હતા એ વિશે પણ વાત કરી હતી. આ સિવાય સ્ટીવ જોબ્સે લખ્યું હતું કે નકુંભ મેળામાં ભાગ લેવા માટે ઇન્ડિયા જવાની મારી ઇચ્છા છે. એપ્રિલમાં એ શરુ થાય છે, આથી હું માર્ચમાં ત્યાં જઈશ. હજી સુધી કંઈ નક્કી નથી
હિન્દુ ધર્મની સ્ટીવ જોબ્સ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળી છે. એ ઉંમરે પણ તેમણે આ લેટરના અંતે થેન્ક યુની જગ્યાએ હિન્દુ ધર્મના શબ્દનો ઉપયોગ કરીને લખ્યું હતું કે શાંતિ, સ્ટીવ જોબ્સ .

Advertisement
Tags :
Advertisement
Advertisement