For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લક્ષ્ય સેનનું સપનું તુટ્યું, મલેશિયન ખેલાડી સામે હાર

01:29 PM Aug 06, 2024 IST | Bhumika
લક્ષ્ય સેનનું સપનું તુટ્યું  મલેશિયન ખેલાડી સામે હાર
Advertisement

ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવનાર પાંચમોે ખેલાડી બન્યો

પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેડલ જીતી શક્યો નથી. પેરિસ ઓલિમ્પિકના બ્રોજ મેડલ મેચમાં લક્ષ્ય સેન મલેશિયન ખેલાડી લી જી જિયાના હાથે હાર વેઠવી પડી. મોટી વાત એ છે કે, લક્ષ્ય સેને બ્રોન્જ મેડલ મેચની પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી, પણ તેમ છતાં આ મેચ તે હારી ગયો. પહેલી ગેમ 21-13થી જીત્યા બાદ લક્ષ્ય બીજી ગેમથી ભટકી ગયો. બીજી ગેમમાં મલેશિયન ખેલાડીએ 21-16ના સ્કોર સાથે વાપસી કરી. ત્રીજી ગેમ લક્ષ્ય 21-11થી હાર્યો.

Advertisement

ક્વાટર ફાઈનલમાં લક્ષ્ય સેને પોતાનું જબરદસ્ત ગેમ બતાવતા ચીનના તાઈપે કે ચાઉ-ચીએન-ચેન સાથે પહેલી ગેમ હારી જવા છતા ચીનની ખેલાડીને હરાવ્યો હતો. લક્ષ્યે આ મેચમાં 19-21, 21-15 અને 21-12થી જીત મેળવી હતી. જો કે સેમિફાઈનલમાં લક્ષ્ય ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે 22-20,21-14થી હારી ગયો હતો. આ બાદ તે બ્રોન્ઝ મેડલ મેચમાં પણ લક્ષ્ય ચૂકી ગયો અને તેનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકના ચૂર થયું હતું.
લક્ષ્ય સેન બેડમિન્ટન સિંગલમાં ચોથા સ્થાને રહ્યો હતો. આ ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવનાર તે પાંચમો ખેલાડી બન્યો છે. અર્જુન બબુતા, અંકિતા ભક્ત/ધીરજ, મનુ ભાકર, મહેશ્વરી ચૌહાણ/અનંત જીત સિંહ નરૂૂકા પણ ચોથા સ્થાને રહ્યા હતા. આમ તો લક્ષ્ય સેન ભલે મેડલ જીતી ન શક્યો પરંતુ તેણે પોતાની પહેલી ઓલિમ્પિકમાં સેમીફાઈનલ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવી છે. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય પુરુષ ખેલાડીએ સિંગલ્સમાં આવું કર્યું હોય.

Advertisement
Tags :
Advertisement
Advertisement