ઓસ્ટ્રેલિયાની કોન્સર્ટ રદ કરવા દિલજીત દોસાંઝને ખાલિસ્તાની પન્નુની ધમકી
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝને ધમકી આપી છે. પન્નુએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 1 નવેમ્બરના રોજ યોજાનાર દોસાંઝનો કોન્સર્ટ રદ કરવાની ધમકી આપી છે. તેમણે કોન્સર્ટ થવાથી રોકવાની ધમકી આપી છે. પન્નુની ધમકીનો સંબંધ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ છે. પન્નુએ બિગ બીના પગ સ્પર્શ કરવાને 1984ના હત્યાકાંડના પીડિતોનું અપમાન ગણાવ્યું છે. પન્નુએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરીને 1984ના નરસંહારના પીડિતોનું અપમાન કર્યું હતું.
આમ કરીને, દોસાંઝે 1984 ના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું. પન્નુએ અમિતાભ બચ્ચનને ધમકી પણ આપી હતી કે તેમણે તેમના પગ સ્પર્શ કરીને યોગ્ય કાર્ય કર્યું નથી. ગુરપતવંત સિંહ પન્નુએ આરોપ લગાવ્યો હતો કે અમિતાભ બચ્ચને 1984 ના નરસંહારના ગુનેગારોને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચને નરસંહારનો વિરોધ કર્યો ન હતો. આવા વ્યક્તિના પગ સ્પર્શ કરીને, દિલજીત દોસાંઝે દરેક પીડિત, દરેક વિધવા અને તે રમખાણોમાં અનાથ થયેલા દરેક બાળકનું અપમાન કર્યું છે.
એ નોંધવું જોઈએ કે દિલજીત દોસાંઝનો 1 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં એક કોન્સર્ટ છે, અને અકાલ તખ્ત સાહિબે તે દિવસને શીખ નરસંહાર સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એક નિવેદનમાં, ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે બચ્ચનનું સન્માન કરીને, દોસાંઝે નસ્ત્ર1984 ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, વિધવા અને અનાથનું અપમાન કર્યું છે. પન્નુએ દાવો કર્યો હતો કે અમિતાભ બચ્ચને 31 ઓક્ટોબર, 1984ના રોજ ખૂન કા અબદલા ખૂનના નારા લગાવીને ટોળાને ઉશ્કેર્યા હતા અને ત્યારબાદ જ શીખોનો નરસંહાર કરનાર ટોળું બહાર આવ્યું હતું.
