ખાલિસ્તાની પન્નુનું બિલાડું આડું આવ્યું, અમેરિકાએ ભારતને ડ્રોનની ડિલિવરી અટકાવી
અમેરિકન સરકાર અને ભારત વચ્ચે 31 નંગ એમ.ક્યુ.-9એ સી ગાર્ડિયન ડ્રોનના સોદામાં ખાલિસ્તાની આતંકી પન્નુનું બિલાડુ આડુ ઉતર્યુ છે. અને અમેરિકામાં ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાની ભારત સરકાર અર્થપૂર્ણ તપાસ કરે નહીં ત્યાં સુધી ડ્રોનની ડિલિવરી અટકાવી દેવાની યુએસ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
પન્નુ, યુએસ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે, તે ન્યૂયોર્ક સ્થિત ખાલિસ્તાન કાર્યકર્તા છે, જેના પર ભારત દ્વારા આતંકવાદનો આરોપ છે. ડ્રોનની પ્રસ્તાવિત 3 બિલિયનની ખરીદીમાં ભારતીય નૌકાદળ માટે 15 સી ગાર્ડિયન ડ્રોનનો સમાવેશ થાય છે, જ્યારે ભારતીય વાયુસેના અને આર્મીને આઠ સ્કાય ગાર્ડિયન ડ્રોન મળવાના છે.
છ બોઇંગ ઙ-8ઈં લોંગ-રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ખરીદવાની દરખાસ્ત સહિત નાના ભારતીય એક્વિઝિશનને પણ વોશિંગ્ટન દ્વારા અટકાવવામાં આવ્યું છે. આ 12 ઙ-8ઈં પોસાઇડન એરક્રાફ્ટને પૂરક બનાવવા માટે છે જે ભારતીય નૌકાદળ પહેલેથી જ ચલાવે છે.
આજે, પન્નુની હત્યાના પ્રયાસના ગુસ્સાને કારણે યુએસ કોંગ્રેસમાં ખરીદી અટકી છે. યુએસ પ્રતિનિધિઓએ વેચાણ સાથે આગળ વધવા માટે જરૂૂરી કાયદાકીય ચળવળને સ્થિર કરી દીધી છે, તેમ વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્થાન ધરાવતા સ્ત્રોતે જણાવ્યું હતું.
ભારતને આ ઘાતક, લાંબા અંતરના શસ્ત્રો પહોંચાડવામાં વિલંબને સમજાવતા, વોશિંગ્ટન સ્થિત સૂત્ર કહે છે કે ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓ ખાસ કરીને નિખિલ ગુપ્તા નામના ભારતીયના આરોપના પરિણામને લઈને ખૂબ જ ચિંતિત છે. તેના પર પન્નુનની હત્યાનું કાવતરું ઘડવાનો ઔપચારિક આરોપ મૂકવામાં આવ્યો છે, અને હાલમાં તે ચેક રિપબ્લિકમાં અટકાયતમાં છે અને યુ.એસ. સરકારે તેની કસ્ટડી માંગી છે.