કપિલે પત્ની સાથે કેનેડામાં ખોલ્યું કેફે
10:55 AM Jul 09, 2025 IST | Bhumika
કેફેની સજાવટનો મોટો હિસ્સો ગુલાબી અને સફેદ રંગનો
Advertisement
કપિલ શર્માના કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન-3 હાલમાં જ લોન્ચ થઈ છે ત્યારે તેણે બિઝનેસની દુનિયામાં પણ એન્ટ્રી લીધી છે. રિપોર્ટ પ્રમાણે કપિલે પત્ની ગિન્ની ચતરથ સાથે મળીને કેનેડામાં પોતાની કેફે ખોલી છે. મળતી માહિતી પ્રમાણે તેણે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ‘કેપ્સ કેફે’ લોન્ચ કરી છે અને આ કેફેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.
કપિલના મિત્રો તેને આ નવા સાહસ બદલ અભિનંદન આપી રહ્યા છે. આ કેફેની સજાવટનો મોટા ભાગનો હિસ્સો ગુલાબી અને સફેદ રંગોનો છે જે એકદમ અલગ અને અનોખો ટચ આપે છે.
Advertisement
Advertisement