રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કમલા હેરિસની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી ટક્કર, ચૂંટણી લડવા સત્તાવાર જાહેરાત

11:10 AM Jul 27, 2024 IST | admin
Advertisement

પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કમલાને સમર્થન જાહેર કર્યુ

Advertisement

અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસે આજે શનિવારે સત્તાવાર રીતે પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ માહિતી આપતાં કમલા હેરિસે કહ્યું કે, તેણીએ ઉમેદવારી માટેના ફોર્મ પર હસ્તાક્ષર કર્યા છે અને પ્રમુખની ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી રહી છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ પ્રમુખ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપ્યા બાદ જ તેમના માટે ચૂંટણી લડવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો હતો.

બરાક અને મિશેલ ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યું છે અને કહ્યું કે, તે અમેરિકાની મહાન પ્રમુખ સાબિત થશે. બરાક ઓબામાએ કમલા હેરિસને કહ્યું કે, નનવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તમને જીત અપાવવા માટે અમે શક્ય તેટલું બધું કરીશું.થ આ સાથે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને દેશના બે સૌથી લોકપ્રિય ડેમોક્રેટ્સનું જરૂૂરી સમર્થન મળ્યું છે. રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના તેમના પડકારને મજબૂત બનાવતા, પ્રમુખ જો બાઈડને પ્રમુખપદની રેસમાંથી બહાર થયાના દિવસો પછી ઓબામાએ 59 વર્ષીય હેરિસને સમર્થન આપ્યું હતું.

ઓબામાએ તરત જ હેરિસને સમર્થન આપ્યું ન હતું. ઓબામાએ ઉપપ્રમુખને સમર્થન આપવા માટે એક વીડિયો જાહેર કર્યો. ઓબામાએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, આ સપ્તાહની શરૂૂઆતમાં મિશેલ અને મેં મારી મિત્ર કમલા હેરિસને ફોન કર્યો હતો. અમે તેને કહ્યું કે, અમને લાગે છે કે તે યુનાઇટેડ સ્ટેટ્સની અદ્ભુત પ્રમુખ બનશે. આપણા દેશ માટે આ નિર્ણાયક સમયે, અમે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેમની જીત સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરીશું. અમને આશા છે કે, તમે અમારી સાથે જોડાશો.

ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કમલા હેરિસને ફોન પર કહ્યું કે, નમને અને મિશેલને તમારું સમર્થન કરવામાં ખૂબ ગર્વ થાય છે અને અમે તમને આ ચૂંટણી જીતવા અને તમને ઓવલ ઓફિસ(પ્રમુખ કાર્યાલય) સુધી પહોંચાડવા માટે શક્ય તેટલી બધી મદદ કરીશું. મિશેલ ઓબામાએ કહ્યું કે, મને તમારા(કમલા હેરિસ) પર ગર્વ છે. આ ઐતિહાસિક રહેશે. કમલા હેરિસે સમર્થન અને તેમની મિત્રતા માટે આભાર વ્યક્ત કર્યો હતી. તેમણે કહ્યું હતું કે, પતમારા બંનેનો આભાર. આ મારા માટે ઘણું મહત્ત્વનું છે. આપણે કંઈક સારું કરીશું. અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે પ્રમુખની ચૂંટણી પ્રસ્તાવિત છે.

Tags :
donaldtrumpe;ectionnewsElectionindiakamla herisworldworldnews
Advertisement
Next Article
Advertisement