For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર વાઇફ હેલી બીબરને અનફોલો કરી

10:53 AM Jan 24, 2025 IST | Bhumika
જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર વાઇફ હેલી બીબરને અનફોલો કરી

જસ્ટિન બીબર અને હેલી બીબરને ત્યાં તાજેતરમાં બાળકનો જન્મ થયો છે, સાથે જ થોડાં વખતથી તેઓ ડિવોર્સની ચર્ચાઓનો પણ સામનો કરી રહ્યાં છે. સિંગર જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની હેલી બીબરને અનફોલો કરતા આ ચર્ચાને હવે વધુ જોર મળ્યું છે. જોકે, એ હજુ પણ રેપર ડિડીને ફોલો કરે છે.

Advertisement

તાજેતરમાં જ જસ્ટિન અને હેલી બીબર સાથે વેકેશન એન્જોય કરતા જણાયા હતા, ત્યારે જસ્ટિનના આ પગલાથી બંનેના ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા છે.એવા અહેવાલો પણ છે કે હેલી હજુ પણ જસ્ટિનને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. થોડાં વથત પહેલાં જસ્ટિને આ જ રીતે તેનાં જૂના મિત્ર અને કોલબરેટર અશરને પણ સોશિયલ મીડિયા પર અનફોલો કર્યો હતો. પછી હેલીને અનફોલો કરતા આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

જસ્ટિન અને હેલી બીબરની રિલેશનશિપ પ્રેમ, બ્રેક અપ્સ અને ફરી રોમેન્સમાં સંબંધોના વળાંકોથી ભરપૂર છે. તેઓ પહેલી વખત હેલીના પિતા સ્ટીફન બોલ્ડવિન દ્વારા 2003માં મળ્યાં હતાં. તેમણે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 2016માં બ્રેક અપ કરી લીધું હતું. ત્યારે જસ્ટિન સેલેના ગોમેઝ સાથે સંબંધમાં હતો. 2018માં હેલી અને જસ્ટિન ફરી એકબીજા સાથે જોડાયાં અને જુલાઈ 2018માં તેઓ એન્ગેજ થયા. સપ્ટેમ્બરમાં તેમણે લગ્ન કર્યા અને 2019માં તેમણે લગ્નની મોટી ઉજવણી પણ કરી. ઓગસ્ટ 2024માં તેમને ત્યાં જેક બલ્યૂઝ બીબરનો જન્મ થયો. પરંતુ ત્યાર પછી સતત તેમના વચ્ચે ડિવોર્સની ચર્ચાઓ સપાટી પર આવતી રહી છે. ઓક્ટોબરમાં જ્યારે જસ્ટિને હેલીને એનિવર્સરીની શુભેચ્છાની પોસ્ટ ન કરી ત્યારથી આ ચર્ચા શરૂૂ થઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement