રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવા વર્ષની શરૂઆત પેહલા જ રશિયાએ યુક્રેન પર કર્યો સૌથી મોટો હુમલો: એકસાથે છોડી 110 મિસાઇલો, 11 લોકોના મોત અને 70થી વધુ ઘાયલ

06:05 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

વર્ષ 2023 પૂરું થાય તે પહેલા રશિયાએ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો અને ઘાતક હુમલો કર્યો છે. હુમલો એટલો જોરદાર હતો કે અનેક ઈમારતોના ઘરાશાયી થઈ. ઘણી ગગનચુંબી ઇમારતો પત્તાના ડેકની જેમ તૂટી પડી. આ ભયાનક હુમલામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે, રશિયાએ વર્ષના સૌથી મોટા હુમલાઓમાંના એકમાં એક રાતમાં યુક્રેન પર લગભગ 110 મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ હુમલામાં 12 લોકોના મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે.

Advertisement

રશિયા દ્વારા આ વર્ષના સૌથી મોટા હુમલામાં ઘણા વધુ લોકો માર્યા જવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ હુમલા બાદ નજીકમાં પાર્ક કરાયેલા વાહનો પણ તૂટી ગુઆ છે. વિસ્ફોટ એટલો ભયંકર હતા કે તેનો અવાજ આસપાસના અનેક શહેરોમાં સંભળાયો હતો.

રશિયાએ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છોડી હતી

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલો સહિત વિવિધ પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનિયન એરફોર્સના પ્રવક્તા યુરી ઈહનતે જણાવ્યું હતું કે રશિયાએ સમગ્ર યુક્રેનમાં લક્ષ્યો પર હુમલો કરવા માટે "સ્પષ્ટપણે તેની પાસે જે હતું તેનો ઉપયોગ કર્યો હતો". અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે શરૂ થયેલા અને લગભગ 18 કલાક સુધી ચાલુ રહેલા હુમલામાં રાજધાની કિવ અને પૂર્વ અને પશ્ચિમ યુક્રેનના વિસ્તારો સહિત છ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Tags :
missile attackRussia attackRussia Ukraine warRussianUkraineworldWorld News
Advertisement
Next Article
Advertisement