For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેલમાં બંધ ઇમરાન ખાનની તબિયત લથડી, ગંભીર બિમારી

05:50 PM Sep 12, 2025 IST | Bhumika
જેલમાં બંધ ઇમરાન ખાનની તબિયત લથડી  ગંભીર બિમારી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં બંધ છે અને તેમના સ્વાસ્થ્યને લઈને સતત નવી માહિતી સામે આવી રહી છે. તાજેતરમાં, તેમના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેઓ બે ગંભીર બીમારીઓ - વર્ટિગો અને ટિનિટસથી પીડિત છે. આ બંને બીમારીઓ સામાન્ય નથી અને ઘણીવાર મોડેથી ઓળખાય છે.

Advertisement

જેલમાં રહેવા દરમિયાન ઈમરાન ખાનને ચક્કર અને કાનમાં અવાજ આવવાની ફરિયાદ હતી. તપાસ બાદ ડોક્ટરોએ શોધી કાઢ્યું કે તેઓ વર્ટિગો અને ટિનિટસથી પીડાઈ રહ્યા છે. તેમનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં તેમને દવાઓ અને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઈમરાન ખાનની સ્વાસ્થ્ય સ્થિતિ ચિંતાજનક બની રહી છે. વર્ટિગો અને ટિનિટસ બંને બીમારીઓ જીવનની ગુણવત્તાને અસર કરે છે અને સમયસર સારવાર ન મળે તો તેની જટિલતાઓ વધી શકે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement