જય શ્રીસ્વામિનારાયણ: અબુધાબીના BAPS મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા
- મહંત સ્વામીના હસ્તે સવારે પૂજા, અર્ચના
- સાથે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, મોદીએ ઠાકોરજીની આરતી ઉતારી
UAEના અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે. BAPS દ્વારા નિર્મિત આ મંદિર ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થઇ ગયો છે. મહંત સ્વામી મહારાજના હસ્તે ઇઅઙજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂૂઆત કરાઇ હતી. ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યે મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાશે. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય રામ-સીતા, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. ગણપતિદાદા સહિત 15 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
આ મંદિરના સંકલ્પમૂર્તિ તો પોતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. તેઓએ 5 એપ્રિલ, 1997 ના રોજ શારજાહના રણમાં પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું હતું, અહીં અને વિશ્વમાં શાંતિ પ્રસરે, બધા ધર્મોનો પરસ્પર આદર વધે, બધા દેશો એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થાય, અને સર્વે પોતપોતાની આગવી રીતે પ્રગતિ કરે. અબુ ધાબીમાં મંદિર થાય, અને તે મંદિર દેશો, સંસ્કૃતિઓ, ધર્મો અને સમુદાયોને એકબીજાની નજીક લાવે. વર્ષ 2015 માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ઓએઈ આર્મ્ડ ફોર્સથના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં 35,000 થી 40,000 લોકો આવવાની ધારણા છે, જેમાં રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા સહભાગીઓ પણ સામેલ છે.
ભારતીય પ્રાચીન મંદિર નિર્માણ શૈલીનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જેમાંથી 13.5 એકર મંદિરનો વિસ્તાર છે અને બાકીનો 13.5 એકર પાર્કિંગ વિસ્તાર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં આવેલું છે. આ મંદિર રેતીના શહેરમાં હિન્દુ સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ અને ભક્તિનો સંગમ છે.
આ મંદિર ઞઅઊની રાજધાની અબુ ધાબીમાં અલ વાકબા નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. ઞઅઊનું પહેલું હિન્દુ મંદિર 2023 માં પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેની કલ્પના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં ઇઅઙજ સંસ્થાના તત્કાલિન વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
મંદિર માટે તમે લકીર ખેંચો ત્યાં જમીન આપીશ: મોદીએ રસપ્રદ કિસ્સો વર્ણવ્યો
મંદિરના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ અબુધાબી સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતા મંદિર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત કહી હતી. મોદીએ કહ્યું કે જ્યારે તેઓ 2015માં યુએઈના પ્રવાસે હતા ત્યારે તેમણે મંદિરનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોદીના પ્રસ્તાવ પર અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદે કહ્યું હતું કે જ્યાં તમે લાઇન દોરશો, હું મંદિર માટે જમીન આપીશ. મોદીએ કહ્યું કે જ્યારે 2015માં મેં તેમને (ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ)ને તમારા બધા વતી અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો તો તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના તરત જ હા પાડી દીધી. તેણે તો એમ પણ કહ્યું કે કઈ જમીન પર આપણે રેખા દોરીએ છીએ. હવે અબુધાબીમાં આ ભવ્ય અને દિવ્ય મંદિરના ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે.