જગત જમાદારને મોંઘવારીનો ડામ, અમેરિકામાં એક ઈંડાના રૂા.850/-
અમેરિકામાં આ દિવસોમાં ઇંડાનું ગણિત ખોરવાઈ ગયું છે. ઈંડાના ભાવમાં ભારે વધારાથી લોકો ચિંતિત છે અને ભાવ ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. ભારે અછત વચ્ચે, 2 ડોલરની કિંમતનું ઈંડું 10 ડોલર સુધી વેચાઈ રહ્યું છે, આ દરમિયાન એલોન મસ્કએ ગુરુવારે એક નવી ચર્ચા શરૂૂ કરી છે. મસ્કે દાવો કર્યો છે કે આ બધા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન જવાબદાર છે. મસ્કના જણાવ્યા અનુસાર, બિડેનને મોટા પાયે મરઘા માર્યા હતા જેના કારણે આજે તેની અછત સર્જાઈ છે.
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટનો જવાબ આપ્યો પોસ્ટમાં લખ્યું હતું, નસ્ત્રજો બિડેને મરઘીઓને મારી નાખ્યા.સ્ત્રસ્ત્ર મસ્કે આ પોસ્ટનું સમર્થન કર્યું હતું, જોકે નિષ્ણાતોના મતે અમેરિકામાં ઈંડાની અછતનું મુખ્ય કારણ બર્ડ ફ્લૂ છે.
ઈન્ફલ્યુએન્ઝાથી પ્રભાવિત પક્ષીઓ દેશમાં મોટા પાયે માર્યા જાય છે. તે ઞજઉઅ ની નીતિમાં પણ સામેલ છે. યુએસડીએની સ્ટેમ્પિંગ-આઉટ પોલિસી અનુસાર, એવિયન ફ્લૂથી સંક્રમિત અથવા સંપર્કમાં આવેલા પક્ષીઓને મારવા જ જોઈએ. યુએસડીએ લાંબા સમયથી એવું જાળવ્યું છે કે બર્ડ ફ્લૂનો કોઈ ઈલાજ નથી અને પક્ષીઓને સામૂહિક રીતે મારવા એ રોગના ફેલાવાને રોકવાનો એકમાત્ર રસ્તો છે. ફોર્બ્સના એક અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 2022 થી અહીં રોગ ફાટી નીકળ્યા પછી લગભગ 166 મિલિયન પક્ષીઓ માર્યા ગયા છે.બિડેનના કાર્યકાળ દરમિયાન પણ કંઈક આવું જ બન્યું હતું. જોકે, ટ્રમ્પે પણ આ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 મિલિયન મરઘીઓ માર્યા ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો મરઘીઓને બચાવવા અને ઈંડા ખાવા માટે ઘરમાં જ મરઘીઓ પાળવા લાગ્યા છે.