એલન મસ્કની માતા મેય મસ્ક સાથે સિધ્ધિવિનાયક મંદિરે પહોંચી જેકલીન
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ઇસ્ટરના ખાસ દિવસે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ સમયે તેની સાથે પ્રખ્યાત સુપરમોડેલ, ન્યુટ્રિશનિસ્ટ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની માતા મેય મસ્ક પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેય મસ્ક તેમના પુસ્તકના લોન્ચિંગ માટે ભારત આવ્યા છે. સિદ્ધિવિનાયક મંદિરમાં જેકલીન ગોલ્ડન રંગના સૂટમાં જોવા મળી હતી અને તેના માથા પર દુપટ્ટો હતો. જ્યારે મેય મસ્ક પીળા પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળ્યા. બંનેએ મંદિરમાં પ્રાર્થના કરી અને પૂજારી પાસેથી આશીર્વાદ પણ લીધા. માતાના મૃત્યુ બાદ પહેલીવાર જેકલીન જાહેરમાં જોવા મળી હતી.
મેય મસ્ક અને જેક્લીન બંને સારા મિત્રો છે. જેક્લીને આ દરમિયાન કહ્યું કે મા જેવા પ્રિય મિત્ર સાથે મંદિરની મુલાકાત લેવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો. તેઓ પોતાના પુસ્તક પઅ વુમન મેક્સ અ પ્લાનથ ના હિન્દી લોન્ચિંગ માટે ભારત આવ્યા છે. તેમનું પુસ્તક સ્ત્રીની શક્તિ અને સંઘર્ષનું પ્રતીક છે. તેણે મને શીખવ્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે અને તે તમારા સપના કે લક્ષ્ય પર કોઈ મર્યાદા નક્કી કરતી નથી.
મેય મસ્ક 77 વર્ષના છે અને વ્યવસાયે એક મોડેલ છે. 77 વર્ષની ઉંમરે પણ મેય મસ્ક ખૂબ જ સુંદર દેખાય છે અને તે હજુ પણ મોડેલિંગ કરી રહી છે. તે ભારત અને વિદેશમાં મોટિવેશનલ લેક્ચર પણ આપે છે. મેય મસ્કે 15 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂૂ કર્યું હતું. ફેશન ઈન્ડસ્ટ્રીમાં મેય મસ્કની ખૂબ માંગ છે. મેય મસ્ક પતિ સાથે ડિવોર્સ બાદ અલગ રહે છે.