હમાસનું કામ પૂરૂં કરવાનો સમય આવી ગયો છે: ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં લશ્કરી કાર્યવાહી ઝડપી બનાવવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હવે કામ પૂરું કરવું પડશે. ગાઝામાં માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની રહી છે. અમેરિકા અને ઇઝરાયલે વાતચીતમાં વિક્ષેપ માટે હમાસને દોષી ઠેરવ્યો છે.
કરી ટ્રમ્પે કહ્યું કે હમાસે યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારીને સ્પષ્ટ કરી દીધું છે કે તેને શાંતિમાં રસ નથી. તેમણે કહ્યું, હમાસ ખરેખર સમાધાન કરવા માંગતો નથી. મને લાગે છે કે તેઓ મરવા માંગે છે. હવે તેને પૂરું કરવાનો સમય આવી ગયો છે.સ્કોટલેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું, હમાસ ખૂબ જ ખરાબ છે. તે એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં તમારે કામ પૂરું કરવું પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના મધ્ય પૂર્વ શાંતિ દૂત સ્ટીવ વિટકોફે જાહેરાત કરી છે કે અમેરિકા વર્તમાન વાટાઘાટોમાંથી ખસી રહ્યું છે જેથી વ્યૂહરચનાની સમીક્ષા કરી શકાય. ટ્રમ્પે કહ્યું કે તેમણે છેલ્લા અમેરિકન-ઇઝરાયલી બંધક એઇડન એલેક્ઝાન્ડરની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમનું કહેવું છે કે હમાસ હવે વાટાઘાટોના છેલ્લા તબક્કામાં પણ કોઈ સમાધાન કરવા માંગતો નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે હિંસા ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.