ઇટાલીના મેલોનીએ ફ્રેંચ પ્રમુખના કાનમાં ગપસપ કરી, પછી આંખ મારી
બન્ને નેતાઓની હરકતની ભારે ચર્ચા
કેનેડાના કાનાનાકાસિસમાં ચાલી રહેલી જી-7 બેઠક દરમિયાન, વિશ્વના શક્તિશાળી નેતાઓ એક મંચ પર એકસાથે જોવા મળ્યા હતા. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણા ટોચના નેતાઓએ ભાગ લીધો હતો.
જોકે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા, ત્યારે કંઈક એવું બન્યું જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પના ભાષણ દરમિયાન, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન એકબીજાને કંઈક બોલી રહ્યા હતા. ખાસ વાત એ છે કે વાતચીત દરમિયાન, મેલોનીએ અંતમાં મેક્રોન તરફ આંખ મારવી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
મેલોનીની આ શૈલી પછી ઘણા જુદા જુદા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું ઇઝરાયલ-ઈરાન સંઘર્ષના તણાવને ઘટાડવા માટે ટ્રમ્પના નિવેદન પર મેલોનીની આ પ્રતિક્રિયા હતી? કે પછી આ વૈશ્વિક મંચ પર નેતાઓ વચ્ચેના તણાવનો સંકેત છે. તમને જણાવી દઈએ કે એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. બીજી તરફ, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષે વિશ્વમાં અસ્થિરતા ઉભી કરી છે.