ઓક્સફર્ડમાં ચર્ચામાંથી ભારત નહીં પાકિસ્તાન ભાગી ગયાનો પર્દાફાશ
સુપ્રીમના વકીલ દ્વારા ઘટનાક્રમ વર્ણવી કહ્યું, યુનિ.એ જ ચર્ચા રદ કરી હતી
બ્રિટનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે આયોજિત ચર્ચા રદ કરવામાં આવી છે. મોટાભાગની દુનિયા આ ચર્ચા રદ થવાથી અજાણ રહી. પરંતુ જૂઠાણું કરનાર પાકિસ્તાન આ સહન કરી શક્યું નહીં. પાકિસ્તાન, જે હંમેશા ભારત સામેની દરેક હારને વિજય તરીકે દર્શાવતું આવ્યું છે, તેણે હવે ચર્ચામાંથી ભાગી જઈને તેને વિજયમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટનમાં પાકિસ્તાની હાઈ કમિશને ટ્વિટ કરીને દાવો કર્યો છે કે ભારતીય પ્રતિનિધિઓ ઓક્સફોર્ડ ચર્ચામાંથી ખસી ગયા છે. બાદમાં, ભારતીય સુપ્રીમ કોર્ટના વકીલ જે. સાઈ દીપક દ્વારા પુરાવા સાથે આ પાકિસ્તાની જૂઠાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો.
પાકિસ્તાની હાઈ કમિશને ટ્વીટ કર્યું કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતની પાકિસ્તાન નીતિ એ સુરક્ષા નીતિ તરીકે વેચાતી લોકપ્રિય વ્યૂહરચના છે વિષય પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ભારતીય વક્તાએ છેલ્લી ઘડીએ પાછી ખેંચી લીધી. ભારતીય સુપ્રીમ કોર્ટના વકીલ જે. સાઈ દીપકે યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાઓનો ખુલાસો કર્યો. તેમણે પાકિસ્તાની દાવાઓને પુરાવા સાથે નકારી કાઢ્યા. તેમણે ઓક્સફર્ડ દ્વારા મોકલવામાં આવેલ ઈમેલ શેર કર્યો જેમાં તેમણે પોતાની ભાગીદારીની પુષ્ટિ કરતા લખ્યું કે ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણે અને સ્વામી પણ ભારતીય પક્ષના વક્તાઓ હતા. તેમણે લખ્યું, નસ્ત્રપાકિસ્તાનીઓ પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીને ગડબડ કરે છે, અને હંમેશની જેમ, આ વખતે પણ, તેમની પાસે સત્ય બોલવાની હિંમતનો અભાવ છે