રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇઝરાયલનો લેબેનોન પર ભયંકર હુમલો, 24 ગામ કબજે કર્યા

11:02 AM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હિઝબુલ્લાહના વળતા હુમલામાં ઇઝરાયલના કમાન્ડર સહિત 15નાં મોત

G-7 દેશોની ઇમર્જન્સી બેઠક, અમેરિકાએ ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું પણ પરમાણુ હુમલાની તરફેણ નહીં

ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે હવાઇ બાદ જમીન સ્તરનું ભયંકર યુધ્ધ શરૂ થયું છે અને ઇઝરાયલી દળોએ લેબેનોનની સરહદમાં પ્રવેશી બે દિવસમાં 48 કિ.મી.માં 24 ગામો ઉપર કબજો કરી લીધો છે. બીજી તરફ ગઇકાલે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષ વચ્ચે લેબનોનમાં ઇઝરાયેલ કમાન્ડર સહિત 15 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે ઇઝરાયેલી સૈન્યએ માહિતી આપી કે તેમની ટીમના કમાન્ડરનું લેબનોનમાં મોત થયું છે. લેબનોનમાં ઘૂસણખોરી કર્યા પછી ઇઝરાયેલ દ્વારા જાહેર કરાયેલ આ પ્રથમ યુદ્ધ-સંબંધિત મૃત્યુ છે.

સમાચાર એજન્સી રોયટર્સ અને સ્કાય ન્યૂઝના અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ 22 વર્ષીય કેપ્ટન ઈતાન ઈત્ઝાક ઓસ્ટર તરીકે થઈ છે. તે પઇગોઝ યુનિટથમાં પોસ્ટેડ હતો.ઈઝરાયલની સેનાએ લેબનોનની અંદર 48 કિલોમીટર ઘૂસીને હિજબુલ્લાહના નિયંત્રણમાંથી કેટલાક ગ્રામીણ વિસ્તારો છોડાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાયલી સેનાને દૂરથી જોઈને હિજબુલ્લાહના લડવૈયા વિસ્તાર છોડીને ભાગ્યા હતા. ઈઝરાયલી સેનાએ દક્ષિણી લેબનોનના વિસ્તારમાં પોતાનો પ્રભાવ મજબૂત બનાવ્યો છે.

ઈરાન દ્વારા ઇઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ જી-7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઇમરજન્સી બેઠક બોલાવી. વાતચીત દરમિયાન જી-7 નેતાઓએ ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી. જી-7માં સામેલ નેતાઓ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલને અમેરિકાએ કડક સંદેશ પણ આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ ઇઝરાયલને સમર્થન આપી રહ્યા છે, પરંતુ જો ઇઝરાયલ ઇરાન પર પરમાણુ હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.

જી-7 નેતાઓએ કહ્યું કે તેઓ હજુ પણ મધ્ય પૂર્વમાં રાજદ્વારી ઉકેલ માટે આશાવાદી છે. તેમને આશા છે કે આ સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે ગ્રુપ ઓફ સેવન (જી-7) નેતાઓએ બુધવારે મિડલ ઇસ્ટમાં સંકટ પર પગંભીર ચિંતાથ વ્યક્ત કરી, પરંતુ કહ્યું કે રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. જ્યોર્જિયા મેલોનીએ જી-7 ની અધ્યક્ષતા કરી. તાજેતરના કલાકોમાં વધી રહેલા તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં, જી-7 નેતાઓએ કહ્યું કે પ્રદેશ-વ્યાપી સંઘર્ષ કોઈના હિતમાં નથી અને રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. જી-7માં ઇટલીની સાથે અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન ઈરાન પર નવા પ્રતિબંધો લાદવામાં સામેલ હતા.

ઇઝરાયલ પર હુમલો કરીને ઈરાને સમગ્ર મિડલ ઇસ્ટને મોટા યુદ્ધની કગાર પર લાવીને ઉભું કરી છે. આ દરમિયાન ઇઝરાયલના આર્મી ચીફે કહ્યું છે કે તેમનો દેશ મિડલ ઇસ્ટમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. આ નિવેદન અત્યારે ખૂબ મહત્ત્વનું છે કારણ કે મંગળવારે રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયલે ઈરાનને સીધો જવાબ આપ્યો નથી. પરંતુ આ પછી મોટા યુદ્ધનો ભય વધી ગયો છે. ઇટાલીના પીએમ મેલોની દ્વારા જી-7ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી.

આ પછી વ્હાઇટ હાઉસે એક નિવેદન જારીને કહ્યું કે યુએસ પ્રમુખ જો બાઇડને બુધવારે જી-7 નેતાઓ સાથે વાતચીત કરી, જેમાં ઇરાનના ઇઝરાયલ પરના હુમલાના જવાબમાં નવા પ્રતિબંધો સહિત સમન્વય સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. ઈરાને ઇઝરાયલ પર કરેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં નેતન્યાહુની સેના તેહરાનની ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવશે તો અમેરિકા સમર્થન નહીં આપે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈરાનની ન્યુકિલયર સાઇટ પરના હુમલાને સમર્થન આપશે નહીં. સાથે જ ઈરાન પર વધુ પ્રતિબંધો લગાવવાની વાત પણ કહી.

એક નસરાલ્લાહ હણાયો તો બીજા 100 પેદા થયા
ઇઝરાયલી હવાઇ હુમલામાં હિઝબુલ્લાના વડા નસરાલ્લાહની હત્યા થયા બાદ મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ ઇરાકમાં 100 થી વધુ નવજાત બાળકોના નામ નસરાલ્લાહ રાખવામાં આવ્યા છે. નસરાલ્લાહને ઈઝરાયેલ સામે સંઘર્ષ અને પ્રતિકારનું પ્રતીક માનવામાં આવતા હતા. હવે તેમના મૃત્યુ બાદ તેમનું નામ નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. આરબ દેશોમાં નસરાલ્લાહ નામનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે. તેનો અર્થ ભગવાનનો વિજય થાય છે અને આ નામ સંઘર્ષ અને પ્રતિકારની ભાવના સાથે સંકળાયેલું છે. હસન નસરાલ્લાહને કારણે આ નામ વધુ લોકપ્રિય બન્યું હતું. તેમના મૃત્યુ બાદ ઈરાકમાં 100થી વધુ બાળકોનું નામ નસરાલ્લાહ રાખવામાં આવ્યું છે. આ નામકરણ માત્ર હસન નસરાલ્લાહને શ્રદ્ધાંજલિ નથી, પરંતુ અરેબિયામાં શરૂૂ થયેલા આ સંઘર્ષના વારસાને આગળ ધપાવવાની નિશાની પણ છે. તેમના નામના કારણે આ બાળકો હસન નસરાલ્લાહ અને તેમની વિચારધારાનો ઉલ્લેખ દાયકાઓ સુધી જીવંત રાખશે. જ્યારે પણ તેમનું નામ લેવામાં આવશે અથવા ત્યાં બોલાવવામાં આવશે, ત્યારે તે નસરાલ્લાહના સંઘર્ષ, પ્રતિકાર અને ભૂમિકાની યાદ અપાવશે. હસન નસરાલ્લાહનું નામ એક પેઢીથી બીજી પેઢી સુધી સાચવવાનો પણ એક માર્ગ છે, જેથી ભવિષ્યમાં તેને સંઘર્ષના પ્રતીક તરીકે જોવામાં આવે.

Tags :
Israel attackIsrael warLebanonLebanon WARworld
Advertisement
Next Article
Advertisement