For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયેલનો ગાઝા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: 133નાં મોત

11:51 AM Feb 14, 2024 IST | Bhumika
ઇઝરાયેલનો ગાઝા પર  અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો  133નાં મોત

યુએસ, ઇઝરાયેલ, ઇજિપ્ત અને કતારના વાટાઘાટકારો કાહિરામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના ઠરાવ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા. દરમિયાન, ઇઝરાયેલની ટેન્કોએ સોમવારે રાતોરાત રફાહના પૂર્વ વિસ્તાર પર ગોળીબાર કર્યો હતો. ગાઝા આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 133 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

Advertisement

નોંધનીય છે કે ઇજિપ્તની રાજધાની કાહિરામાં અમેરિકા, ઇજિપ્ત, ઇઝરાયેલ અને કતારના વરિષ્ઠ અધિકારીઓએ બંધકોની મુક્તિ અને કાયમી યુદ્ધવિરામ માટે ત્રણ તબક્કાની રૂૂપરેખા તૈયાર કરવા મંગળવારે વાતચીત શરૂૂ કરી હતી.
દરમિયાન, ઇઝરાયલના ટોચના જનરલનું કહેવું છે કે સેના ઉત્તર ગાઝાના રહેવાસીઓને જ્યાં સુધી આ વિસ્તારને આતંકવાદીઓથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ઘરે પાછા ફરવા દેશે નહીં. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં, લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ જણાવ્યું હતું કે મૂળ ઉત્તરી ગાઝામાં સ્થિત અંદાજિત 15,000 હમાસ આતંકવાદીઓમાંથી ઘણા માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા, તેમ છતાં ઇઝરાયલી સૈનિકો પર રોકેટ લોન્ચરથી હુમલાઓ ચાલુ છે.

ઇઝરાયેલે મંગળવારે દાવો કર્યો હતો કે તેણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગાઝામાં અથડામણ દરમિયાન ડઝનેક પેલેસ્ટિનિયન લડવૈયાઓને મારી નાખ્યા છે, જેમાં રફાહને અડીને આવેલા શહેર ખાન યુનિસના 30 લોકોનો સમાવેશ થાય છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હુમલામાં 16 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 28,473 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 68,146 લોકો ઘાયલ થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement