રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇઝરાયલની સેના લેબનોનમાં પ્રવેશી, આરપારની લડાઇ શરૂ

11:01 AM Oct 01, 2024 IST | admin
Advertisement

હવાઇ હુમલા બાદ જમીની લડાઇ, હિઝબુલ્લાહના ઠેકાણાઓ નિશાના પર, ઇઝરાયલી સેનાને જડબાતોડ જવાબ આપવા કાસિમનો હુંકાર

Advertisement

ઇઝરાયલી દળોએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યાંકો પર હુમલા શરૂૂ કર્યા છે. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશન શરૂૂ કર્યું છે. લેબનીઝ આતંકવાદી સંગઠન સામે આ નવો મોરચો છે. ઈંઉઋએ કહ્યું કે તે ઇઝરાયેલની સરહદ નજીક હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. આ સમય દરમિયાન એરફોર્સ અને આર્ટિલરી યુનિટ આર્મીની મદદ કરી રહ્યા છે. આ ઓપરેશન કેટલો સમય ચાલશે તે અંગે તેમણે કોઈ માહિતી આપી નથી. જો કે, એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે આ માટેની તૈયારી અને તાલીમ મહિનાઓથી ચાલી રહી હતી.

ઈઝરાયલ આર્મીના નિવેદન અનુસાર, જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે તેમના દેશની સરહદે આવેલા ગામોમાં બનાવવામાં આવ્યા છે. ઉત્તર ઇઝરાયેલમાં રહેતા દેશવાસીઓ માટે આ તાત્કાલિક ખતરો છે. આ હુમલાઓ રાજકીય મંજૂરી મળ્યા બાદ શરૂૂ કરવામાં આવ્યા છે અને તેને હિઝબુલ્લાહ સામેના યુદ્ધના આગલા સ્તર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ પહેલા અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે ઈઝરાયેલ અને હિઝબુલ્લાએ નાના પાયે જમીન પર હુમલો કર્યો છે. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે ઈઝરાયેલે અમેરિકાને આ અંગે જાણ કરી છે. કહેવામાં આવ્યું હતું કે સરહદ પર હિઝબુલ્લાહના સંસાધનોને નષ્ટ કરવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ઈઝરાયેલ દ્વારા ત્રણ ઈમારતોને ખાલી કરાવવાના આદેશ બાદ લેબનોનની રાજધાની બેરૂૂત અને દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલાના પડઘા સંભળાઈ રહ્યા છે. સર્વત્ર ધુમાડાના વાદળો છવાઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારોમાં હિઝબુલ્લાહની ખૂબ જ મજબૂત પકડ છે. જો કે, ઈઝરાયેલની સેના અને હિઝબુલ્લાહ આતંકવાદીઓ વચ્ચે જમીની અથડામણના કોઈ સમાચાર નથી. ગાઝામાં યુદ્ધની શરૂૂઆતથી જ ઈઝરાયેલ અને હિઝબુલ્લાએ એકબીજા પર ભારે ગોળીબાર કર્યો છે. જેના કારણે ઈઝરાયેલ અને લેબેનોનમાં લોકો મોટા પાયે વિસ્થાપિત થયા છે.

ઇઝરાયેલે કહ્યું છે કે જ્યાં સુધી લેબનોન સરહદી વિસ્તાર પરિવારો માટે સુરક્ષિત નહીં બને ત્યાં સુધી તે હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રાખશે. સાથે જ હિઝબુલ્લાએ પણ વચન આપ્યું છે કે તે રોકેટ ફાયર કરવાનું ચાલુ રાખશે. હિઝબુલ્લાએ સોમવારે જાહેરાત કરી હતી કે નસરાલ્લાહ અને અન્ય ટોચના નેતાઓ માર્યા ગયા હોવા છતાં, તે લડાઈમાંથી પાછળ નહીં હટે. હિઝબુલ્લાહના કાર્યકારી નેતા નઈમ કાસિમે પહેલેથી જ કહ્યું છે કે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ, ચળવળના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરાકી, વરિષ્ઠ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) કમાન્ડર અબ્બાસ નિલફોરોશન અને નસરાલ્લાહના ગાર્ડના સૈનિકો ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.

જો ઇઝરાયેલ ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કરે છે, તો પ્રતિકાર દળો જમીની આક્રમણ માટે તૈયાર હશે. કાસિમે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે અમારી જાતને તૈયાર કરી લીધી છે અને અમને વિશ્વાસ છે કે ઇઝરાયેલ દુશ્મન તેના લક્ષ્યોને હાંસલ નહીં કરે. અમે આ યુદ્ધ જીતીશું. તેણે કહ્યું કે તે ગાઝાને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

Tags :
army entered Lebanonfighting beganIsraelnewsworldworldnews
Advertisement
Next Article
Advertisement