નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમ્યાન ઇઝરાયલીઓ પર હુમલા, 12 ઘવાયા
નેધર્લેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં ગુરુવારે રાત્રે ઈઝરાયેલના સમર્થકો પર થયેલા હુમલામાં આશરે એક ડઝન લોગો ઈજાગ્રસ્ત થયા છે. આ પૈકી પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો એક ફુટબોલ મેચ સમયે શરૂૂ થયો હતો, જે સ્ટેડિયમની બહાર પણ જારી રહ્યો હતો.
યુરોપ લીગની આ મેચ અષફડ્ઢ અને ખફભભફબશ ઝયહ અદશદ ટીમો વચ્ચે હતી. સમગ્ર મેચ દરમિયાન ખૂબ જ ઘોંઘાટ અને લડાઈ જોવા મળી હતી. પોલીસે 62 હુમલાખોરોની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે એમ્સ્ટરડેમમાં ભારે પોલીસ તૈનાત હોવા છતાં ઇઝરાયેલ ટીમના સમર્થકો પર ઘણી જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસે ઈઝરાયેલ સમર્થકોને બચાવ્યા અને તેમની હોટલોમાં લઈ ગયા હતા. આ હુમલાઓમાં ઈઝરાયેલના અનેક નાગરિકો ઘાયલ થયા છે.
મેયરે મેચ પહેલા ફૂટબોલ સ્ટેડિયમ નજીક પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રસ્તાવિત પ્રદર્શનની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યા બાદ હુમલા થયા હતા. મેચ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થકોએ વિસ્તારમાં સરઘસ કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ પોલીસે તણાવ વધવાના ડરથી લોકોને આગળ વધવા દીધા ન હતા. આગેવાનોએ હુમલાની નિંદા કરી હતી.