For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયું

05:57 PM Jun 17, 2025 IST | Bhumika
તહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયું

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ લોકોને તહેરાન ખાલી કરવા જણાવ્યું: હુમલામાં ઈરાનના સીડીએસ માર્યા ગયા

Advertisement

ઇઝરાયલી રક્ષામંત્રીએ ઇરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે તો તેહરાન સળગી જશે. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ઇઝરાયલ દ્વારા તેના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી ઠેકાણાઓ પરના ઇઝરાયલના હુમલાના જવાબમાં અનેક મિસાઇલો છોડવામાં આવી. બીજી બાજુ ઈઝરાયેલ હુમલામાં ઇરાનના ચીફ ઓફ સ્ટાફ અલી શાહમાની માર્યા ગયા છે. IDFના ચીફ ઓફ સ્ટાફ એયાલ ઝમીર, મોસાદના વડા ડેવિડ બાર્નીઆ અને અન્ય લશ્કરી અધિકારીઓ દ્વારા હાજરી આપેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાત્ઝે કહ્યું, ઈરાની સરમુખત્યાર પોતાના નાગરિકોને બંધક બનાવી રહ્યો છે અને એવી પરિસ્થિતિ બનાવી રહ્યો છે કે ખાસ કરીને તેહરાનના રહેવાસીઓને આની ભારે કિંમત ચૂકવવી પડશે. આજે સવારે ઇરાનની રાજધાનીમાં અનેક વિસ્ફોટો થયા છે. દરમિયાન, અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ સોશિયલ મીડીયા પોસ્ટમાં લોકોને તહેરાન ખાલી કરવા વિનંતી કરી છે.કાત્ઝે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને સીધી ચેતવણી આપતા કહ્યું, જો ખામેનીએ ઈઝરાયલી નાગરિકો પર મિસાઈલ છોડવાનું ચાલુ રાખ્યું તો તેહરાન બળી જશે. IDF અનુસાર, ઈરાને ગઈ રાતથી અત્યાર સુધીમાં ઈઝરાયલ પર લગભગ 200 બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા છે. આમાંથી મોટાભાગની ઇઝરાયલી હવાઈ સંરક્ષણ દ્વારા નાશ પામી હતી, પ્રોટોકોલ મુજબ અટકાવી શકાઈ ન હતી અને કેટલીક ખુલ્લી જગ્યાઓમાં પડી હતી. ઇઝરાયલી સેનાએ કહ્યું કે કેટલીક મિસાઈલ સંરક્ષણ પ્રણાલીને અવગણીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગઈ હતી.

જેના કારણે તેલ અવીવ, રામત ગાન અને રિશોન લેઝિયન જેવા શહેરોમાં જાનમાલનું નુકસાન થયું હતું. આ હુમલાઓમાં ત્રણ ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે અને લગભગ 70 લોકો ઘાયલ થયા છે. જોકે, IDFએ કહ્યું કે તમામ લશ્કરી અને હવાઈ દળના થાણા સામાન્ય રીતે કાર્યરત છે.

Advertisement

શુક્રવારે ઈરાન દ્વારા લોન્ચ કરાયેલા 100 ડ્રોન ઉપરાંત રાત્રે ઘણા અન્ય ડ્રોન પણ છોડવામાં આવ્યા હતા, જેને ઇઝરાયલી હવાઈ દળ અને નૌકાદળ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. દરમિયાન IDF ચીફ એયાલ ઝમીર અને ઇઝરાયલી એરફોર્સ ચીફ ટોમર બારે કહ્યું કે, તેહરાન પહોંચવાનો રસ્તો હવે સ્પષ્ટ થઈ ગયો છે. સેનાએ કહ્યું કે હવે ઇઝરાયલી ફાઇટર પ્લેન પણ તેહરાનમાં કામ કરી શકે છે.

IDF કહે છે કે ઇઝરાયલી એરફોર્સે તેહરાનમાં ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો છે, જેના કારણે ઇઝરાયલી વિમાનોને હવે ત્યાં વધુ સ્વતંત્રતા મળી છે. અમે એક જ દિવસમાં સેંકડો લક્ષ્યોને નિશાન બનાવ્યા, જેમાં ડઝનબંધ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.

જી-7 દેશોનો ઇઝરાયેલને ટેકો, યુધ્ધવિરામની ઓફર કરાઇ: મેક્રોન
ઈરાન સામેની લડાઈમાં જી-7 દેશોએ ખુલ્લેઆમ ઈઝરાયલને ટેકો આપ્યો છે. સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, જી-7 દેશોએ ઈઝરાયલને ટેકો વ્યક્ત કર્યો અને તેના હરીફ ઈરાનને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ ગણાવ્યું. આ નિવેદનમાં પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે હાકલ કરવામાં આવી હતી. સોમવારે રાતે એક નિવેદનમાં ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર હોવાનો પુનરોચ્ચાર કરાયો હતો અને ઇરાનને પ્રાદેશીક અસ્થિરતા અને આતંકનો મુખ્ય સ્ત્રોત ગણાવવામાં આવ્યું હતું. બીજી તરફ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ દાવો કર્યો કે યુએસ નેતા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની સંભાવના પર વિચાર કરી રહ્યા છે. ખરેખર મળવા અને આદાન-પ્રદાન કરવાની ઓફર છે. ખાસ કરીને યુદ્ધવિરામ મેળવવા અને પછી વ્યાપક ચર્ચાઓ શરૂૂ કરવા માટે એક ઓફર કરવામાં આવી હતી, મેક્રોને જી-7 ખાતે પત્રકારોને જણાવ્યું હતું. આપણે હવે જોવું પડશે કે પક્ષો તેનું પાલન કરશે કે નહીં. મેક્રોને આ પગલાને સકારાત્મક વિકાસ તરીકે વર્ણવ્યું. હમણાં હું માનું છું કે વાટાઘાટો ફરી શરૂૂ થવાની જરૂૂર છે અને નાગરિકો સુરક્ષિત રહે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે તેઓ માનતા નથી કે આગામી થોડા કલાકોમાં વસ્તુઓ બદલાશે, પરંતુ કારણ કે અમેરિકાએ ખાતરી આપી હતી કે તેઓ યુદ્ધવિરામ શોધી કાઢશે અને કારણ કે તેઓ ઇઝરાયલ પર દબાણ લાવી શકે છે, તેથી વસ્તુઓ બદલાઈ શકે છે.

ઇરાક હાંફી ગયું: યુધ્ધ અટકાવવા અમેરિકાને વિનંતી
ઈઝરાયલના ભયાનક હુમલાથી ઈરાને પાછી પાની કરી હોય, તેમ અમેરિકા સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવા માની ગયું છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને ઈઝરાયલ સાથે યુદ્ધ અટકાવવા માટે અમેરિકાને ઓફર કરી છે. તેમણે અમેરિકા પર ઈઝરાયલના હુમલાનું સમર્થન કરવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જો અમેરિકા પરમાણુ ડીલ પર ફરી વાતચીત કરવા માગતું હોય તો તેણે પહેલા પોતાના સહયોગી ઈઝરાયેલના હુમલાઓને આટકાવવા પડશે. ઈરાને કતાર, સાઉદી અરેબિયા અને ઓમાનને પણ વિનંતી કરી છે કે, આ દેશો ટ્રમ્પના હસ્તક્ષેપથી ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ કરે, તે માટે દબાણ કરે. જો અમેરિકા યુદ્ધવિરામ કરાવશે, તો ઈરાન તેની સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવા માટે સુગમતા દાખવશે. આ પહેલા પેજેશકિયને કહ્યું હતું કે, નઅમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ નિયમો તોડી રહ્યું છે અને તે ઈઝરાયલને અમારા પર હુમલા કરવાની મંજૂરી આપી રહ્યું છે. અમે યુદ્ધની શરૂૂઆત કરી નથી અને અમે સામસામે લડાઈ પણ શરૂૂ કરી નથી. અમે ટોચના સૈન્ય અધિકારીઓ અને વિજ્ઞાનીઓની હત્યા કરી નથી, તેઓ આતંકવાદીઓ છે, અમે આક્રમકારી નથી. આજે અમને એકતાની ખૂબ જ જરૂૂર છે. ઈરાનના લોકોએ એક થઈને આ આક્રમણનો વિરોધ કરવો જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement