ઇઝરાયલનો ગાઝા પર ફરી ભીષણ હુમલો, 27 લોકોનાં મોત, 77થી વધુ લોકો ઘવાયા
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનો તણાવ અટકવાનું નામ લઈ રહ્યો નથી. ઈઝરાયેલ રક્ષા દળોએ સતત બીજા દિવસે બુધવારે ગાઝા શહેર અને ખાન યુનિસ પર હુમલો કર્યો હતો. આ તાજેતરના હુમલાના કારણે 25 લોકો માર્યા ગયા હતા, જ્યારે 77 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્રોત મુજબ આ હુમલાઓમાં ગાઝા શહેર અને યુનિસ શહેરના 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ સેનાને ગાઝા પટ્ટીમાં તાત્કાલિક જોરદાર હુમલા કરવાના નિર્દેશ આપ્યા હતા. આ હુમલાઓ તે જ આદેશોને અનુસરીને કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ અંગે ઈઝરાયલે અગાઉથી જ અમેરિકાને જાણ કરી દીધી હતી. આ સતત બીજા દિવસે થયેલા હુમલા પહેલા મંગળવારે ઈઝરાયેલી સેનાએ દક્ષિણી લેબનાનમાં પેલેસ્ટાઈની શરણાર્થી શિબિર પર હવાઈ હુમલા પણ કર્યા હતા. ઈગગના એક અહેવાલ મુજબ એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે હમાસના ઉગ્રવાદીઓએ પીળી રેખાની પૂર્વમાં ઈઝરાયેલી સેના પર હુમલો કર્યો હતો, જે રેખા ગાઝાના ઈઝરાયેલી કબજાવાળા ભાગને બાકીના એન્કલેવથી અલગ પાડે છે.
અલ જઝીરાના અહેવાલ મુજબ સીઝફાયર (યુદ્ધવિરામ) થયા પછી પણ ઈઝરાયેલે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ગાઝા પર કુલ 393 હુમલા કર્યા છે. આ વ્યાપક હુમલાઓના પરિણામે 280 લોકો માર્યા ગયા છે અને 672 લોકો ઘાયલ થયા છે. અમેરિકાએ સીઝફાયર કરાવ્યા બાદ પણ હુમલાઓ ચાલુ રહ્યા છે. ઈગગના અહેવાલ મુજબ ગયા મહિને ઈઝરાયેલી સંરક્ષણ દળોએ કરેલા હવાઈ હુમલામાં ગાઝામાં 9 લોકો માર્યા ગયા હતા.