ઇઝરાયલ-ઇરાનના પરસ્પર હુમલા જારી: ટ્રમ્પે જંગમાં ઉતરવાનો નિર્ણય બે સપ્તાહ ટાળ્યો
ઇઝરાયેલ-ઇરાન વચ્ચેનું અઘોષીત યુધ્ધ 8માં દિવસે પણ ચાલુ રહ્યું છે. બન્ને દેશોએ એકબીજા પર હુમલા કર્યાનો દાવો કર્યો છે.
અહેવાલો મુજબ ઇઝરાયલના દક્ષિણ શહેર બીયર શેવામાં એક શેરીમાં ઘણી આગ લાગી હતી, જે માઇક્રોસોફ્ટ ઓફિસ ધરાવતી ટેક પાર્કની નજીક હતી, ઇઝરાયલની કટોકટી સેવાઓ એજન્સી મેગેન ડેવિડ એડોમ દ્વારા બહાર પાડવામાં આવેલા વિડિઓ અનુસાર, એક ટેક પાર્કની નજીક, દક્ષિણ શહેરની એક શેરીમાં ઘણી આગ સળગતી જોવા મળી હતી. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું છે કે તેણે રાતોરાત ઈરાનમાં ડઝનબંધ લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો છે.
દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં ઈરાન સામે સીધી કાર્યવાહી કરવી કે નહીં તે અંગે નિર્ણય લેશે તેવી અપેક્ષા છે.
કેરોલિન લેવિટે ગુરુવારે અહીં એક બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં સીધા સામેલ થશે કે નહીં તે અંગેની અટકળોના જવાબમાં ટ્રમ્પ તરફથી તેમને સીધો સંદેશ મળ્યો હતો.
બીજી તરફ ઓસ્ટ્રેલીયાએ તહેરાનમાં દુતાવાસની કામગીરી સ્થગીત કરી છે. અન્ય એક ઘટનાક્રમમાં યુરોપીયન વિદેશ પ્રધાને તેમના ઇરાની સમકક્ષ સાથે યુધ્ધના રાજદ્વારી ઉકેલ માટે આજે ચર્ચા કરશે. ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં ઈરાનમાં 639 લોકો માર્યા ગયા છે.
માર્યા ગયેલાઓમાં લશ્કરના ટોચના અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલે કહ્યું છે કે ઈરાની મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા બે ડઝન ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા છે. રોઇટર્સ સ્વતંત્ર રીતે બંને બાજુથી મૃત્યુઆંક ચકાસી શક્યું નથી.
પશ્ચિમી અને પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે પરમાણુ સ્થળો અને મિસાઇલ ક્ષમતાઓને નિશાન બનાવી છે.પરંતુ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીની સરકારને તોડી પાડવાનો પણ પ્રયાસ કર્યો છે.