For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલે UNચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી

06:33 PM Oct 02, 2024 IST | Bhumika
ઇઝરાયલે unચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ  કહ્યું  તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી
Advertisement

ઈઝરાયેલે ગંભીર આરોપ લગાવીને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર તેના દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ હવે ઈઝરાયેલની મુલાકાત લઈ શકશે નહીં. પ્રતિબંધ લગાવવાની સાથે ઈઝરાયેલે કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસને 'સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ' તરીકે જોવામાં આવશે.

ઇઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે તેમણે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવ્યા છે. વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઈઝરાયેલમાં પર્સન નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Advertisement

ઇઝરાયેલે ગુટેરેસ પર કયા આક્ષેપો કર્યા?

કાત્ઝે કહ્યું કે 'જે કોઈ પણ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ સેક્રેટરી જનરલ છે જે ઈઝરાયેલને નફરત કરે છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે. ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઈઝરાયેલનું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે.

વાસ્તવમાં ઈઝરાયેલ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં મિસાઈલ હુમલા કર્યા છે. પેલેસ્ટાઈનમાં પણ સંયુક્ત રાષ્ટ્ર હંમેશા પેલેસ્ટાઈનના હિતોની વાત કરતું આવ્યું છે. આ સાથે, તે ઇઝરાયેલ પર તેમને માનવતાવાદી સહાય આપવા માટે દબાણ કરી રહ્યું છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલને સમર્થન ન આપવા બદલ ઈઝરાયેલે એન્ટોનિયો ગુટેરેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement