For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી: ઈટાલીના પીએમ

11:16 AM Dec 18, 2023 IST | Sejal barot
યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી  ઈટાલીના પીએમ

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ઈસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સંસ્કૃતિનું મિશ્રણ થતું નથી. આવી સ્થિતિમાં ઈસ્લામને યુરોપમાં કોઈ સ્થાન નથી. મેલોનીએ કહ્યું કે ઇટાલીમાં ઇસ્લામના સાંસ્કૃતિક કેન્દ્રોને સાઉદી અરેબિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જ્યાં શરિયા કાયદો અમલમાં છે. યુરોપમાં ઇસ્લામીકરણની જે પ્રક્રિયા અજમાવવામાં આવી રહી છે તે આપણી સભ્યતાના મૂલ્યોથી ઘણી દૂર છે. આવી સ્થિતિમાં મુસ્લિમોએ યુરોપથી દૂર રહેવું જોઈએ. ઈટાલીના પીએમએ કહ્યું કે ઈસ્લામિક સભ્યતા માટે યુરોપથી દૂર રહેવું વધુ સારું છે અને કહ્યું કે આપણી સભ્યતાના મૂલ્યો અને ઈસ્લામિક મૂલ્યો વચ્ચે કોઈ તાલમેલ નથી, આ બંને વિરોધાભાસી છે.
જ્યોર્જિયા મેલોનીની આ ટિપ્પણી બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકના નિવેદન પછી આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે યુરોપની સંસ્કૃતિ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી જોખમમાં છે. વાસ્તવમાં, વડા પ્રધાન ઋષિ સુનાકે તેમની તાજેતરની ઇટાલી મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા યુરોપિયન સમાજને અસ્થિર કરશે. આવી સ્થિતિમાં આપણે આપણા કાયદાઓને અપડેટ કરવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાટાઘાટો કરવાની જરૂૂર છે. જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને યુરોપની સમસ્યાને અસર થવાથી બચાવી શકાય. સુનાક બાદ હવે જ્યોર્જિયાએ ઈસ્લામ અને યુરોપમાં આવતા મુસ્લિમોને લઈને આ નિવેદન આપ્યું છે. જ્યોર્જિયા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે
જ્યોર્જિયા મેલોની ઈટાલીની પ્રથમ મહિલા પીએમ છે. તે ઇટાલિયન જમણેરી પક્ષ બ્રધર્સ ઑફ ઇટાલીની નેતા છે. ઈટાલીના પ્રથમ પીએમ બનવા ઉપરાંત 31 વર્ષની ઉંમરમાં ઈટાલીની સૌથી નાની વયની મંત્રી બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. જ્યોર્જિયા તેના નિવેદનો અને જમણેરી ઝુકાવને કારણે ઘણી વખત સમાચારોમાં રહે છે. જ્યોર્જિયાનાએ પોતાને મુસોલિનીની વારસદાર જાહેર કરી હતી, જેના માટે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યોર્જિયાએ પણ એક નિવેદનમાં મુસ્લિમોને ઈટાલી માટે ખતરો ગણાવ્યો છે.
જ્યોર્જિયા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે તાજેતરમાં જ એન્ડ્રીયા જિયામબ્રુનો સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો. લગભગ 10 વર્ષ સુધી ચાલેલા આ સંબંધ પછી જ્યોર્જિયાએ તેમના બ્રેકઅપની જાહેરાત કરી હતી. ભારતમાં પણ જ્યોર્જિયાની વારંવાર ચર્ચા થતી રહી છે. જ્યોર્જિયા આ વર્ષે G-20 કોન્ફરન્સ માટે ભારત આવી ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તાજેતરમાં, જ્યારે તેણી દુબઈમાં ભારતીય પીએમ મોદીને મળી, ત્યારે તેમની સેલ્ફી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી.

Advertisement

જેહાદી દેશો પર પ્રતિબંધ મુક્વાની ટ્રમ્પની ધમકી

અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ હું ગેરકાયદેસર રીતે આવતા લોકોની કડક વૈચારિક તપાસ કરીશ.જો તમે અમેરિકાને નફરત કરો છો.જો તમે ઇઝરાયલનો નાશ કરવા માંગો છો, જો તમારી સહાનુભૂતિ જેહાદીઓ સાથે છે.બે, તમે અમારા દેશમાં પ્રવેશી શકશો નહીં.અમને તમારી જરૂૂર નથી. આ સમયે મારા પર અત્યાર સુધીના ઈતિહાસના સૌથી ખરાબ ઉમેદવાર સામે ચૂંટણી લડવાનું દબાણ છે.હું હારી જઈશ એ અકલ્પ્ય છે.જો આમ થશે તો હું દેશ છોડી દઈશ.ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન કહ્યું હતું કે અમારા શાસન દરમિયાન અમેરિકા મજબૂત, સમૃદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement