રશિયામાં ISISનો આતંકી હુમલો, 60નાં મોત
મોસ્કોમાં 6200 લોકોની હાજરીવાળા કોન્સર્ટમાં પાંચ આતંકીઓનું અંધાધૂંધ ફાયરિંગ, 150થી વધુ લોકો ઘાયલ, પી.એમ. મોદીએ કરી નિંદા
અજાણ્યા હુમલાખોરોએ રશિયાના મોસ્કો પ્રદેશના ક્રાસ્નોગોસાર્કમાં ક્રોકસ સિટી હોલ (કોન્સર્ટ હોલ) પર ગોળીબાર શરૂૂ કર્યો. આ આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો 5 આતંકીઓએ કર્યો હતો.હુમલા બાદ પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળની નજીક હાજર છે. આ ઉપરાંત તેઓ હેલિકોપ્ટર દ્વારા પણ નજર રાખી રહ્યા છે.
આ ઉપરાંત રશિયન આર્મીની સ્પેશિયલ ફોર્સની ટીમ પણ ક્રોકસ સિટી હોલમાં પહોંચી ગઈ છે અને ગોળીબાર ચાલુ છે. ઈસ્લામિક સ્ટેટ એટલે કે ઈંજઈંજ એ આ હુમલાની જવાબદારી લીધી છે. બીજી તરફ ભારતના વડાપ્રધા મોદીએ આ આતંકી હુમલાની કડક નિંદા કરી જણાવ્યું છે કે, અમારા વિચારો અને પ્રાર્થના પીડિતો સાથે છે દુ:ખની ઘડીમાં ભારત રશિયાની સાથે છે.
સ્થાનિક મીડિયા અનુસાર, ફાયરિંગ શરૂૂ થયાની થોડી જ વારમાં ક્રોકસ સિટી હોલમાં વિસ્ફોટ થયો હતો. કોન્સર્ટ હોલમાં આગની ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ હુમલા બાદ રશિયાની સુરક્ષા એજન્સી એફએસબીએ કહ્યું કે મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગ વચ્ચે કાયદા અમલીકરણ એજન્સીઓ જરૂૂરી પગલાં લઈ રહી છે. આ ઉપરાંત ત્યાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી પણ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક હુમલાખોર પણ જોવા મળી રહ્યો છે.
જ્યારે હુમલો થયો ત્યારે ક્રોકસ સિટી હોલમાં સોવિયેત યુગના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ પપિકનિકથનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં 6200 લોકો હાજર રહ્યા હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયે આ આતંકવાદી હુમલાનું વર્ણન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘૃણાસ્પદ અપરાધની નિંદા કરવાની અપીલ કરી છે. આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી મુદત સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફ રશિયા છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે.
અમેરિકાએ આપી હતી ચેતવણી
ન્યૂઝ એજન્સી સ્પુટનિક અનુસાર, ક્રોકસ હોલમાં ગોળીબારના કેટલાક દિવસો પહેલા, મોસ્કોમાં યુએસ એમ્બેસીએ સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. યુએસ એમ્બેસીએ 7 માર્ચે તેની વેબસાઇટ પર આ સંદર્ભમાં એક નિવેદન પ્રકાશિત કર્યું હતું. નિવેદનમાં યુએસ એમ્બેસીએ કહ્યું કે એમ્બેસી એવા અહેવાલોને અનુસરી રહી છે કે લોકો મોસ્કોમાં સંગીત સમારોહ સહિત હુમલાની યોજના બનાવી રહ્યા છે. અમેરિકન નાગરિકોએ આગામી 48 કલાક સુધી મોટા મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ.
યુક્રેને હાથ હોવાનું નકારી કહ્યું, પુતિને લોકોને ઉશ્કેરવા હુમલો કરાવ્યો
યુક્રેનની ગુપ્તચર એજન્સીના પ્રવક્તા એન્ડ્રીલ યુસોવે મોસ્કો આતંકી હુમલાને લઈને મોટો દાવો કર્યો છે.યુસોવે કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લોકોને ઉશ્કેરવા માટે આ આતંકી હુમલો કર્યો છે.પુતિનની સરકારે મોસ્કો પર આ હુમલો કર્યો છે. આ તરફ કિવનું કહેવું છે કે કોન્સર્ટ હોલમાં થયેલા હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી.યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે કહ્યું કે યુક્રેનને આ ઘટનાઓ સાથે કોઈ લેવાદેવા નથી.અમારી લડાઈ રશિયા અને રશિયન ફેડરેશનની નિયમિત સેના સાથે છે.રશિયા અને યુક્રેન વચ્ચે જે પણ થશે, બધું યુદ્ધના મેદાનમાં નક્કી થશે.