IS આતંકવાદી અલ બગદાદીની પત્નીને ઈરાકમાં મૃત્યુદંડયઝદી મહિલાઓ વિરૂધ્ધના ગુનાનો આરોપ હતો
IS આતંકવાદી અલ બગદાદીની પત્નીને ઈરાકમાં મૃત્યુદંડ
યઝદી મહિલાઓ વિરૂધ્ધના ગુનાનો આરોપ હતો
ઇરાકની એક અદાલતે બુધવારે IS આતંકવાદી અબુ બકર અલ-બગદાદીની પત્નીઓમાંથી એકને મૃત્યુદંડની સજા સંભળાવી છે. એવો આરોપ છે કે તે આતંકવાદી જૂથ દ્વારા પકડાયેલી યઝદી મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓમાં સામેલ હતી.યુનાઈટેડ નેશન્સે યઝીદીઓ વિરુદ્ધના અભિયાનને નરસંહાર સમાન ગણાવ્યું હતું. ઓગસ્ટ 2014ની શરૂૂઆતમાં સિંજારના ઉત્તરી ઇરાકી ક્ષેત્રમાં ઈંજ દ્વારા યઝીદી ધાર્મિક લઘુમતી સામે હુમલા શરૂૂ કરવાની 10મી વર્ષગાંઠના થોડા અઠવાડિયા પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નિવેદનમાં પ્રતિવાદીનું નામ નથી, પરંતુ કોર્ટના બે અધિકારીઓએ તેની ઓળખ અસમા મોહમ્મદ તરીકે કરી છે. તેની 2018માં તુર્કીથી ધરપકડ કરવામાં આવી હતી. ઇરાકી સુરક્ષા અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે તેને ગયા વર્ષે ઇરાકી અધિકારીઓને સોંપવામાં આવી હતી.